મુંબઈમાં ભુવો પડતા આખે આખી કાર અંદર જતી રહી
રહેણાક વિસ્તારમાં કૂવાને સિમેન્ટ કોંક્રિટ નાખીને ઉપરથી બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યાં જ ભૂવો પડ્યો
મુંબઈ: રવિવારે મુંબઈના એક રહેણાક વિસ્તારમાં વરસાદને પગલે પડેલા ભૂવામાં આખે આખી કાર ગરક થઈ ગઈ હતી. આ અંગેની વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ઘાટકોપરના પશ્ચિમ વિસ્તારની છે. આ બનાવમાં જાનહાનીના કોઈ સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગત થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે પહેલી જૂનથી ૧૨મી જૂન સુધી મુંબઈમાં ૭૦૬.૧ મીલી મીટર વરસાદ પડ્યો છે. પોલીસે જણાવ્યું કે આ ઘટના રવિવારે સવારે બની હતી. બનાવ પશ્ચિમ ઘાટકોપરના કામા લેનમાં એક રહેણાક સોસાયટીમાં બની હતી.
આ બનાવમાં કોઈ જાનહાની નથી થઈ. અધિકારીએ જણાવ્યું કે, “રહેણાક વિસ્તારમાં એક કૂવાને સિમેન્ટ અને કોંક્રિટ નાખીને ઉપરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. સ્થાનિકો આ જગ્યા પર પોતાની કાર પાર્ક કરતા હતા. વાયરલ થયેલા વીડિયોમાં જાેઈ શકાય છે કે અમુક કાર ખુલ્લા પાર્કિંગમાં ઊભી છે. જેમાંથી એક કાર નીચે અચાનક ગાબડું પડે છે. કાર નીચે જાેવા મળી રહેલા ખાડામાં પાણી ભરાયેલું હોય છે. જાેત જાેતામાં જ આખી કાર ખાડામાં સમાય જાય છે.
આ બનાવની જાણ થયા બાદ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જે બાદમાં કારને બહાર કાઢવામાં આવી હતી. હાલ પોલીસે કાર કૂવામાં ગરક થઈ ગઈ હતી તે વિસ્તારને સ્થાનિક લોકોની સુરક્ષા માટે બંધ કરી દીધો છે. આ મામલે બીએમસી તરફથી ટ્વીટ કરવામાં આવ્યું છે કે, આ ઘટના અંગેની જાણકારી મળ્યા બાદ કોર્પોરેશનના વિભાગ તરફથી પાણી કાઢવા માટે પમ્પિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત સોસાયટીને પણ આ જગ્યા અંગે તાત્કાલિક સુરક્ષાના પગલાં ભરવા માટે કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે મુંબઈમાં ગત થોડા દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે પહેલી જૂનથી ૧૨મી જૂન સુધી મુંબઈમાં ૭૦૬.૧ મીલી મીટર વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ૧૨ દિવસમાં જ આખા મહિનાના સરેરાશ કરતા વધારે વરસાદ પડી ગયો છે. જૂનમાં સામાન્ય રીતે સરેરાશ ૫૦૫ મીલી મીટર વરસાદ પડતો હોય છે. શનિવારે ભારે વરસાદને પગલે મુંબઈમાં ઠેરઠેર પાણી ભરાયા હતા તેમજ ટ્રાફિક અને સ્થાનિક ટ્રેન સેવાને અસર પહોંચી હતી. હવામાન વિભાગ તરફથી રવિવાર અને સોમવારે મુંબઈ અને મહારાષ્ટ્રના કોંકણ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે.