સૈફ અલી ખાન બાળકોની તસવીરો જાેઇને રડતો હતો
મુંબઈ: સૈફ અલી ખાન તેમની ફિલ્મોને લઈને જેટલા હેડલાઇન્સમાં રહે છે, તેટલા જ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં રહે છે. અમૃતા સિંહ સાથેના તેના અફેર અને ગુપ્ત લગ્નથી તેના ચાહકોને આશ્ચર્ય જ નહીં, પરંતુ સૈફના અમૃતા સાથેના લગ્નના ર્નિણયથી પટૌડી પરિવાર પણ ચોંકી ગયો હતો. પરંતુ લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં, બે બાળકો થયા પછી અમૃતા અને સૈફની જાેડી તૂટી ગઈ. જ્યારે સૈફ અલી ખાનના પહેલા લગ્ન તૂટી ગયા, ત્યારે અનેક પ્રકારના સમાચારો સામે આવ્યા હતા. ૨૦૦૪માં પૈસા અને સૈફના લગ્નોત્તર સંબંધોના વિવાદને કારણે બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.
જ્યારે સૈફ અલી ખાન અમૃતા સિંહથી અલગ થઈ ગયો, ત્યારે તેણે આ માટે મોટી રકમ ચૂકવવી પડી હતી. જાે કે છૂટાછેડા પછી અમૃતાએ તેમના પર નિર્વાહ ખર્ચ ન ચૂકવવાનો આરોપ લગાવ્યો હતો. અમૃતાના આરોપો પર સૈફે કહ્યું હતું કે મારે અમૃતાને ૫ કરોડ રૂપિયા આપવાના હતા. તેમાંથી મેં ૨.૫ કરોડ આપી દીધા છે. આ ઉપરાંત હું દર મહિને ૧ લાખ રૂપિયા અલગથી આપું છું. આ પૈસા હું ત્યાં સુધી આપીશ, જ્યાં સુધી પુત્ર ઇબ્રાહિમ ૧૮ વર્ષનો ન થઇ જાય. ત્યારે તેણે કહ્યું હતું કે હું કોઈ શાહરૂખ ખાન નથી. મારી પાસે એટલા પૈસા નથી.
મેં તેને વચન આપ્યું છે કે બાકીના પૈસા પણ હું તેને આપીશ. હું મારી પત્નીનો આદર કરું છું. બંનેના છૂટાછેડા પછી એવાં અહેવાલો પણ સામે આવ્યા હતા કે અમૃતા સૈફને બાળકોને મળવા દેતી નહોતી. સૈફે કહ્યું હતું કે, ‘મારા પાકીટમાં પુત્ર ઇબ્રાહિમનો ફોટો છે. જ્યારે હું તે જાેઉં છું,
ત્યારે હું રડું છું. મને મારા બાળકોને મળવાની મંજૂરી નથી. વર્ષ ૨૦૦૪માં સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા થયા હતા. બંનેના લગ્ન ૧૩ વર્ષ સુધી ચાલ્યા, પરંતુ જ્યારે તે તૂટી ગયા, ત્યારે દરેકને ખરેખર આશ્ચર્ય થયું. આ પછી સૈફે ૨૦૧૨માં કરીના કપૂર સાથે લગ્ન કર્યા હતા. કરીના સાથે લગ્ન કર્યા પછી પણ સૈફ તેની પહેલી પત્નીથી બાળકોની ખૂબ કાળજી લે છે.