Western Times News

Gujarati News

આરોગ્ય વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી સોલા સિવિલની મુલાકાત લીધી

સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની માળખાકીય સુવિધા અને માનવબળ અંગે વિચાર-વિમર્શ કર્યો. 

સોલા સિવિલ હોસ્પિટલના અધિકારીશ્રીઓને રસીકરણની વ્યૂહરચના ઘડવા માટે તાકીદ કરતા શ્રી અગ્રવાલ

ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના નવનિયુક્ત એડિશનલ ચીફ સેક્રેટરી શ્રી મનોજ અગ્રવાલે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન શ્રી અગ્રાવાલે રસીકરણનો વ્યાપ વધારવા માટેની વ્યૂહરચના ઘડવા માટે અધિકારીશ્રીઓને તાકીદ કરી છે.

શ્રી મનોજ અગ્રવાલ વિવિધ વિભાગના વડાઓ સાથે વિસ્તૃત વિચાર-વિમર્શ કરી આરોગ્ય-શિક્ષણક્ષેત્રની ગતિવિધિઓ અંગે માહિતી મેળવી હતી. સોલા સિવિલ મેડિકલ કોલેજના ડિન શ્રી નીતિન વોરાએ શ્રી અગ્રવાલને મેડિકલ કોલેજની વિવિધ કામગીરી અંગે વાકેફ કર્યા હતા. આ ઉપરાંત શ્રી અગ્રવાલ સમક્ષ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની માળખાગત સુવિધાઓ અને માનવબળ અંગેનું પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

શ્રી અગ્રવાલે સોલા સિવિલ હોસ્પિટના આરોગ્યકર્મીઓને કોરોના દરમિયાન તેમને કરેલી કામગીરીની પ્રસંશા કરી અભિનંદન પાઠવ્યા હતા.  શ્રી અગ્રવાલે આરોગ્યકર્મીઓને આગામી સમયમાં પણ કઠોર પરિશ્રમ માટે તૈયાર રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતા અને બાગ-બગીચાઓની સાર-સંભાળ મુદ્દે પણ વિગતવાર ચર્ચા કરી તે મુદ્દે ધ્યાન કેન્દ્રીત કરવા પણ પણ ભાર મૂક્યો હતો.

શ્રી અગ્રવાલે સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ગોલના લક્ષ્યાંકોના સંદર્ભમાં આરોગ્યક્ષેત્રે ગુજરાતે કરેલી કામગીરીનો ઉલ્લેખ કરી આરોગ્યકર્મીઓની કામગીરીને બિરદાવી હતી.

શ્રી અગ્રવાલની આ મુલાકાતના શુભારંભે સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ શ્રી પીનાબહેન સોની અને મેડિકલ કોલેજના ડીન શ્રી નિતિન વોરા દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.