Western Times News

Gujarati News

નેફ્તાલી બેનેટ ઈઝરાયલના નવા પ્રધાનમંત્રી બનતા જ નેતન્યાહૂની ૧૨ વર્ષની સત્તાનો અંત

નવીદિલ્હી: નેફ્તાલીના શપથગ્રહણની સાથે ૧૨ વર્ષથી પ્રધાનમંત્રી પદ પર કાબિજ બેન્ઝામિન નેતન્યાહૂના કાર્યકાળનો અંત આવ્યો છે. સંસદમાં બહમતિ મળ્યા બાદ દક્ષિણપંથી યામિના પાર્ટીના ૪૯ વર્ષીય નેતા બેનેટે રવિવારે શપથ લીધા. આ પહેલા ઈઝરાયલની ૧૨૦ સંસદીય સંસદ નેસેટમાં ૬૦ સભ્યોએ પક્ષમાં અને ૫૯ સભ્યોએ વિરોધમાં મતદાન કર્યુ.

આ દરમિયાન એક સભ્ય અનુપસ્થિત રહ્યો. આ નવી સરકારમાં ૨૭ મંત્રી છે. જેમાં ૯ મહિલા છે.
નવી સરકાર માટે અલગ અલગ વિચારધારાના દળોના ગઠબંધન કર્યુ છે. જેમાં દક્ષિણપંથી, વામ, મધ્યમાર્ગીની સાથે અરબ સમુદાયનું પ્રતિનિધિત્વ કરનારી એક પાર્ટી પણ છે. યેશ એતિદ પાર્ટીના મિકી લેવીને સંસદના સ્પીકર તરીકે પસંદ કરાયા છે. તેમના પક્ષના ૬૭ સભ્યોએ મતદાન કર્યુ.

આ પહેલા બેનેટની સંસદમાં સંબોધન દરમિયાન પોતાના સરકારે મંત્રીઓના નામની જાહેરાત કરી અને આ દરમિયાન ૭૧ વર્ષીય નેતન્યાહૂના સમર્થકોએ અડચણ પણ નાંખી. પ્રતિદ્વંદી પાર્ટીના સાંસદોએ હોબાળો કરી બેનેટને કહ્યુ કે અમને ગર્વ છે કે અમે અલગ અલગ વિચાર વાળા લોકોની સાથે કામ કરીશું. બેનેટને કહ્યુ કે નિર્ણાયક સમયે અમે આ જવાબદારી ઉઠાવી રહ્યા છીએ. આ સરકાર ઉપરાંત દેશની સામે બસ એક વિકલ્પ હતો કે ચૂંટણી કરાવવામાં આવે. આનાથી નફરત ફેલાય અને દેશ પર અસર પડે.

લિકુડ પાર્ટીના સભ્યોએ તેમના સંબોધન દરમિયાન હોબાળો કર્યો અને તેમને ગુનેગાર અને જૂઠ્ઠા ગણાવ્યા. પોતાના સંબોધનમાં બેનેટે એમ પણ કહ્યું કે ઈઝરાયલ ક્યારેય ઈરાનને પરમાણું હથિયાર બનાવવાની ક્ષમતા પ્રાપ્ત કરવા નહીં દે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાયડને બેનેટને અભિનંદન પાઠવ્યા કે તે તેમની સાથે કામ કરવા ઉત્સુક છે. બાયડને કહ્યુ કે અમેરિકાના લોકો તરફથી હું પ્રધાનમંત્રી નફ્તાલી બેનેટ અને વિદેશ મંત્રી યાઈર લાપિડ તથા નવા મંત્રિમંડળના તમામ સભ્યોને અભિનંદન આપુ છુ. બન્ને દેશોના સંબંધો વધારે ગાઢ કરવા માટે અમે કામ કરીશું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.