Western Times News

Gujarati News

બોપલમાં મહિલા કાર ચાલકે સર્જેલો અકસ્માત

  • કારની હડફેટે આવતા મહિલાનું મોતઃ લોકોમાં ભારે રોષ 

(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધતા જતાં અકસ્માતોની સંખ્યાના પગલે પોલીસતંત્ર દ્વારા ટ્રાફિક નિયમનનો કડકાઈથી અમલ શરૂ કરવામાં આવ્યો છે આ ઉપરાંત વાહનોની સ્પીડને લઈને પણ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા છે શહેરમાં ટ્રાફિક નિયમન માટે ઠેરઠેર સીસીટીવી કેમેરા લગાવી નિયમોનો ભંગ કરતા વાહનોચાલકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. (જૂઓ વિડીયો)

કડક કાર્યવાહી છતાં આજે શહેરને અડીને આવેલા બોપલ વિસ્તારમાં પુરઝડપે પસાર થતી મહિલા કાર ચાલકે ગમખ્વાર અકસ્માત સર્જી એક મહિલાને ટક્કર મારતાં તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજયું હતું આ ઘટનાથી લોકોના ટોળે ટોળા એકત્ર થઈ ગયા હતા અને કારમાં બેઠેલા બે શખ્સોને ઝડપી લઈ પોલીસના હવાલે કર્યાં હતાં.

પોલીસ સાધનો ધ્વારા પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે આ ઘટનાની વિગત એવી છે કે બોપલ વિસ્તારમાં સ્વાગત બગ્લો નજીકના રોડ પરથી આજે સવારે આશરે આઠેક વાગ્યાના સુમારે પુરઝડપે પસાર થઈ રહેલી હુન્ડાઈની લાલ કલરની ક્રેટા કારની હડફેટે એક રાહદારી મહિલા આવી જતાં તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ થવાથી તેનું મોત થયું હતું કારચાલક મહિલા ૧૦૦ કિ.મી.ની ઝડપે કાર ચલાવી રહી હોઈ સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે.

ઘટનાના પગલે આજુબાજુમાં રહેતા લોકો અને અન્ય રાહદારીઓ દોડી ગયા હતા જાકે કારચાલક મહિલા અકસ્માત સર્જયા બાદ ગણતરીની મીનીટોમાં ભાગી છુટી હતી  તેની સાથે બે યુવકો પણ હતા. પરંતુ એકત્ર થયેલા લોકોએ કાર સાથે અન્ય બે શખ્સોને ઝડપી લઈ પોલીસના હવાલે કરી દીધા હતા

આ કાર અકસ્માત સર્જી બાજુની દિવાલ સાથે અથડાતા કારને પણ ભારે નુકસાન પહોચ્યુ હતુ નાસી ગયેલી મહિલા કોણ હતી અને ક્યાં વિસ્તારની હતી તે વિગતો હજુ સુધી જાણવા મળી નથી પોલીસે પકડાયેલા બંને શખ્સોની સઘન પુછપરછ શરૂ કરી છે

આ અકસ્માતમાં મોતને ભેટેલી મહિલાનું નામ પણ હાલ જાણવા મળ્યુ નથી પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. અકસ્માતના પગલે સમગ્ર રસ્તા પર લોકોના ટોળા એકત્ર થઈ જતાં ટ્રાફિક જામ થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતા ટોળાએ પકડેલા બંને શખ્સોને પોલીસના હવાલે કર્યાં હતા બીજીબાજુ કાર ચાલક મહિલા કોણ હતી તે અંગે આ બંને શખ્સોની પુછપરછ કરવામાં આવી રહી છે

બીજીબાજુ અકસ્માતની આ ઘટનામાં પોલીસ ઉપર પણ દબાણ લાવવામાં આવી રહયું હોવાનું જાણવા મળી રહયું છે. આ અકસ્માતની ઘટનાના પગલે લોકોમાં ભારે રોષ જાવા મળતો હતો મહિલા કાર ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા અને કારની ઝડપ પણ વધુ હોવાથી આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો સદ્‌નસીબે અન્ય નાગરિકો બચી ગયા હતાં.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.