ચિરાગ ૨૫ મિનિટ સુધી કાકા પશુપતિના ઘરની બહાર હૉર્ન વગાડતા રહ્યા પણ દરવાજાે ના ખુલ્યો
પટણા: દિવંગત નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીમાં ઘણાસાણ મચ્યું છે. રામવિલાસ પાસવાનના ભાઈ અને ચિરાગ પાસવાનના કાકા પશુપતિ નાથે ૫ સાંસદોને સાથે લઇને પાર્ટી પર પોતાનો અધિકાર સ્થાપિત કરી દીધો છે. તો પક્ષમાં ચિરાગ પાસવાન હવે એકલા પડી ગયા છે. બદલાયેલા રાજકીય ઘટનાક્રમની વચ્ચે ચિરાગ પાસવાન ખુદ ગાડી ચલાવીને કાકા પશુપતિ પારસના ઘરે પહોંચ્યા છે. તેમના હાથમાં પાટો બાંધવા હતો. કાકાના ઘરના દરવાજા પર ચિરાગ પાસવાન હોર્ન પર હોર્ન વગાડતા રહ્યા, પરંતુ કોઈએ ગેટ ખોલ્યો નહીં.
લગભગ ૨૫ મિનિટ સુધી ચિરાગ પાસવાન ઘરની બહાર ઉભા રહ્યા. ત્યારબાદ જ્યારે ઘરનો દરવાજાે ખૂલ્યો તો કાકા ઘરે નહોતા. ચિરાગની સાથે એલજેપી બિહારના અધ્યક્ષ રાજૂ તિવારી પણ હાજર છે. ડેમેજ કંટ્રોલનો પ્રયત્ન કરી રહેલા ચિરાગ પાસવાને કાકા પશુપતિની સામે ખાસ પ્રસ્તાવ રાખ્યો છે. તેમણે મા રીના પાસવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો. ચિરાગે કહ્યું કે, બાકીના મુદ્દાઓ પર બેસીને વાત કરીશું. સૂત્રો પ્રમાણે આજે બપોરે ૩ વાગ્યે ચિરાગ પાસવાનના કાકા પશુપતિ કુમાર પારસ સહિત પાંચેય સાંસદ સ્પીકર ઓમ બિરલાને મળશે.
કહેવામાં આવી રહ્યું છે કે પશુપતિ પારસ ઘર પર નથી. ચિરાગ પાસવાન જ્યારે કાકા પશુપતિ પારસના દિલ્હીમાં આવેલા નિવાસસ્થાન પર પહોંચ્યા તો હાથમાં પાટો બાંધવા હતો. તેઓ ખુદ ગાડી ચલાવીને કાકાના નિવાસસ્થાન પર પહોંચ્યા. આ દરમિયાન ત્નડ્ઢેં અધ્યક્ષ ઇઝ્રઁ સિંહે ચિરાગ પાસવાન પર પ્રહાર કર્યા છે. તેમણે કહ્યું કે, જે જેવું વાવશે, એવું જ લણશે. રામવિલાસ પાસવાન સન્માનિત નેતા હતા. વગર મહેનતે જ્યારે કોઈને પદ મળે છે તો કોઈ તેને પચાવી નથી શકતું.