પોલીકેબ ઇન્ડિયાએ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે રસીકરણ અભિયાન શરૂ કર્યું
મુંબઈ, પોલીકેબ ઇન્ડિયા લિમિટેડ (BSE: 542652, NSE: POLYCAB)એ આજે જાહેરાત કરી હતી કે, કંપનીએ તેના કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે અખિલ ભારતીય રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. પોલીકેબ સંપૂર્ણ ભારતમાં 11,000થી વધારે કર્મચારીઓનું રસીકરણ કરવા આતુર છે, જેમાંથી બે તૃતિયાંશનું રસીકરણ થયું છે અને બાકીના કર્મચારીઓનું રસીકરણ આગામી થોડા દિવસોમાં થઈ જશે.
પોલીકેબનું રસીકરણ અભિયાન 17 રાજ્યોમાં 22થી વધારે શહેરોમાં ફેલાયેલું છે તથા આ સુવિધાનો લાભ લેવા અંતરિયાળ વિસ્તારોમાંથી કામ કરતા લોકો પણ સક્ષણ બનશે. કંપનીએ એના તમામ કર્મચારીઓનું રસીકરણ કરવા અપોલો હોસ્પિટલ, મેક્સ હોસ્પિટલ, ફોર્ટિસ હોસ્પિટલ, નાણાવટી હોસ્પિટલ, ભગીરથી હોસ્પિટલ જેવી અગ્રણી હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડર્સ તેમજ વિવિધ સરકાર સંચાલિત હોસ્પિટલો સાથે જોડાણ કર્યું છે.
જ્યારે મુંબઈ, બેંગાલુરુ, નાશિક અને થોડા મોટાં શહેરોમાં અભિયાન સંબંધિત પોલીકેબ સુવિધાઓમાં ચાલશે, ત્યારે આ સિવાયના અન્ય લોકેશન્સમાં કર્મચારીઓ તેમના વિસ્તારમાં જોડાણ થયું હોય એવા સ્થાનિક હેલ્થકેર સર્વિસ પ્રોવાઇડરની મુલાકાત લઈને રસીકરણ કરાવી શકશે.
આ પ્રસંગે પોલીકેબ ઇન્ડિયા લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર શ્રી ઇન્દર ટી જયસિંધાનીએ કહ્યું હતું કે, “મહામારીનો વધુ ફેલાવો અટકાવવા તાત્કાલિક સુરક્ષાકવચ રસીકરણ છે. અમારી મુખ્ય મૂડી એટલે કે કર્મચારીઓની સલામતી અને સુખાકારી અમારા માટે સૌથી વધુ મહત્વપૂર્ણ છે તથા કંપનીની કોવિડ-19ની સંપૂર્ણ તૈયારીને અનુરૂપ અમે રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. અમને આશા છે કે, માનવજાત મહામારીથી આગળ વિચારશે અને વહેલામાં વહેલી તક સ્થિતિ પૂર્વવત થઈ જશે.”