Western Times News

Gujarati News

હારીજ : ધોળે દિવસે યુવકની છરીના ઘા ઝીંકી ફાયરિંગથી હત્યા કરનાર ૩ ઝડપાયા

પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેરમાં બે દિવસ પહેલાં ધોળેદિવસે ખૂની ખેલ ખેલાયો હતો. ગત ૧૨મી તારીખના રોજ હારીજમાં ખાનગી ફાયરિંગનો બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં બે રબારી યુવકો પર છરીથી હુમલો કરી બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું જ્યારે એકની હાલત ગંભીર હોવાના અહેવાલો સામે આવી રહ્યા હતા. જાેકે, પોલીસે આ હત્યાકેસમાં ગણતરીના કલાકોમાં જ ૩ આરોપીને ઝડપી પાડ્યા છે. આ શખ્સોએ પોલીસને હત્યાકાંડનું કારણ જણાવ્યું હતું.

લાભુ દેસાઈ નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દેનાર ૦૭ હત્યારાઓની ગેંગમાંથી ૦૩ હત્યારાઓને પાટણ ર્જય્ પોલીસે ઉપલીયાસરાથી ગાજદીનપુરા ગામની વચ્ચે આંતરીને ઝડપી લીધા છે.પોલીસે હત્યારાઓની ગેંગમાંથી ૦૩ હત્યારાઓને ઝડપી લીધા છે

બનાવની પ્રાથમિક વિગતો મુજબ હારીજ એપીએમસી પાસે આજે ફાયરિંગ થયું હતું. અજાણ્યા શખ્સોએ આવી અને બે યુવકો પર ગોળીઓ છોડી હતી. લોકો ફાયરિંગના પગલે નાસભાગ મચાવી હતી. જાેતજાેતામાં લાભુ દેસાઈ નામના યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે આ કેસમાં ૩ આરોપી સામે આર્મ્સ એક્ટ, હત્યાની કોશિષ, હત્યા, વગેરેની કલમો દાખલ કરાઈ છે જ્યારે અગાઉ પાંચ શખ્સો સામે હત્યાની કોશિષની ફરિયાદો નોંઘાઈ હોવાથી આ શખ્સો સામે ગુજકોકનું હથિયાર ઉગામ્યું છે.

હારીજ માર્કેટિંગ યાર્ડ પાસે આજે રબારી સમાજના બે યુવકો પર અજાણ્યા શખ્સો ધસી આવી અને પહેલાં છરીના ઘા ઝીંક્યા હતા ત્યારબાત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જેમાં બાબુ દેસાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ આરોપીઓએ મૃતક અને તેના ભાઈને એક કેસના મુદ્દે દબાણ કર્યુ હતું અને તેમાં જૂની અદાવતનો મામલો હતો.

પોતાના પક્ષે સાક્ષી રહેવા કરાયેલા દબાણ જેવા મુદ્દાઓના કારણે આ યુવકો પર ફાયરિંગ કર્યુ હોવાનું સામે આવ્યું છે. જાેકે, આ બાબતે પોલીસે કોઈ સત્તાવાર માહિતી આપી નથી.

હારીજ માર્કેટિંગ યાર્ડ પાસે આજે રબારી સમાજના બે યુવકો પર અજાણ્યા શખ્સો ધસી આવી અને પહેલાં છરીના ઘા ઝીંક્યા હતા ત્યારબાત ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ કરી હુમલાખોરો ફરાર થઈ ગયા હતા જેમાં લાભુ દેસાઈ નામના યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. સિધ્ધરાજસિંહ તલુભા વાઘેલા (રહે . ઉંબરી, તા. કાંકરેજ) પરેશસિંહ સિદ્ધરાજસિંહ વાઘેલા (રહે . કંબોઈ, તા. કાંકરેજ) અને ચેલસિંહ સુજાજી સોલંકી (રહે. કંબોઈ, તા. કાંકરેજ)ને ઝડપી લીધા છે.

જેમની પાસેથી હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયારોમાં ખંજર, પાઈપ અને મોટરસાઈકલ પણ જપ્ત કરાયું છે. આ કેસમાં હાર્દિક બાબરભાઈ દેસાઈ (રહે. ગાજદીનપુરા, તા. સમી) ૨. અનિલ અમરતભાઈ દેસાઈ (રહે. ભલાણા, તા. હારીજ) ૩. સિધ્ધરાજસિંહ તલુભા વાઘેલા (રહે. ઉંબરી, તા. કાંકરેજ) ૪. હરપાલસિંહ વાઘેલા (રહે. ઉંબરી, તા. કાંકરેજ) ૫. અરવિંદસિંહ સોલંકી (રહે કંબોઈ, તા. કાંકરેજ) ૬. પરેશસિંહ સિધ્ધરાજસિંહ વાઘેલા (રહે. કંબોઈ, તા. કાંકરેજ) ૭. ચેલસિંહ સુજાજી સોલંકી ર(હે. કંબોઈ, તા. કાંકરેજ) સામે ફરિયાદ નોંધાઈ છે. આ પૈકીના ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.