મહારાષ્ટ્રથી ચોરી કરવા મહિલા ગેંગ આવતી હતી
સુરત: સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા એક જ્વેલર્સની દુકાનમાં આવેલી ત્રણ મહિલાઓ દુકાન માલિકને નજર ચૂકવીને સોનાની ચોરી કરી ફરાર થઈ જાય છે. જાેકે ચોરી થયાનું દુકાન માલિકને ખ્યાલ આવતાં તેણે સીસીટીવી ચેક કરતાં ત્રણમાંથી વચ્ચે બેઠેલી મહિલા સોનાની ચેન મૂકતી સીસીટીવીમાં કેદ થઈ છે. ચોરીની ઘટનાનો લાઇવ કેદ થયો વીડિયો જાેકે સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. પોલીસે આ મામલે મહારાષ્ટ્રની ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. આ મહિલાઓ મહારાષ્ટ્રથી ચોરી કરવા માટે સુરત આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સુરતમાં સતત ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે આજની ઘટનામાં સીસીટીવી જે રીતે વાયરલ થયા છે તેને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું છે. જાેકે આ ઘટના સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી માણકી જવેલર્સ નામની દુકાનમાં પણ મહિલાઓ ખરીદી કરવાના બહાને આવી હતી અને એક પછી એક વસ્તુ જાેવાનો પ્રયાસ કરી રહી હતી.
જાેકે, દુકાન માલિક આ મહિલાઓને વસ્તુ બતાવામાં રહેતા એક મહિલાએ દુકાનદારની નજર ચૂકવીને ક્યારેય સોનાની ચેન તફડાવી પાકીટમાં મૂકી હતી અને મહિલાઓ થોડી જ મિનિટમાં ત્યાંથી ફરાર થઈ ગઈ હતી. જાેકે મહિલાઓ આવ્યા બાદ ઘણો લાંબો સમય દુકાનમાં બેસી કોઈ પણ ખરીદી ન કરતા માલિકને અજુગતું લાગતા તેણે દુકાનમાં સીસીટીવી ચેક કર્યા હતા. આ સાથે આ મહિલાઓ જે રીતે જ્વેલર્સની દુકાનમાં ચોરી કરે છે તેના સીસીટીવી વાયરલ થતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું.
જાેકે પોલીસે આ મહિલાઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારે આ ચાર મહિલાઓની ગેંગ ઝડપાઈ આવી હતી. આ મહિલાઓએ અગાઉ પણ ઝવેરીની દુકાનમાં આ પ્રકારે હાથ સાફ કર્યો હોવાની કબૂલાત કરી હતી. જાેકે આ મહિલાઓ મહારાષ્ટ્રના સોલાપુરથી સુરત આવીને ચોરી કરતી હતી. ચોરીના ગુનામાં પકડાઇ ચૂકી છે અને આમહિલા ઓની પૂછપરછ કરતા ચોરીના અનેક ભેદ ઉકલે તેવી આશ્કા પણ પોલીસે વ્યક્ત કરી આ મહિલા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ શરૂ કરી છે.