ગોલ્ડન કટાર ડિવિઝનના જવાનોએ મિલિટ્રી હોસ્પિટલ ખાતે રક્તદાન કર્યું
૧૪ જૂન- વિશ્વ રક્તદાતા દિવસે અમદાવાદમાં ગોલ્ડન કટાર ડિવિઝને મિલિટ્રી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. કોવીડના સંકટ સમયે બ્લડ બેંકમાં લોહીની ખેંચ અનુભવાઈ રહી છે, ત્યારે આવા સમયમાં લોહીનો પુરવઠો ઉપ્લબ્ધ બને તે માટે લશ્કરે સિવિલ હોસ્પિટલ અને બી.જે.મેડિકલ કોલેજના સહયોગથી ૨૦૦ બોટલ( યુનિટ)નું રક્તદાન કર્યું હતું.
બી.જે.મેડિકલ કોલેજના બ્લડ ટ્રાન્સફ્યૂઝનના વડા ડો. નીધિએ રક્તદાન બદલ આભાર વ્યક્ત કર્યો હતો. ડો. નીધિએ સંકટના સમયે સહાય કરવા બદલ લશ્કરના જવાનો પ્રત્યે કૃતજ્ઞતા ભાવ પ્રકટ કર્યો હતો.