Western Times News

Gujarati News

આયુર્વેદમાં મેલેરિયાનું ઔષધ

Files Photo

કેટલાકનું એવું માનવું છે કે કોઈ સ્પેસિફિક ઔષધ નથી. આયુર્વેદમાં મેલેરિયાનું કોઈ ઔષધ નથી એટલું જ નહિ તેવોના મતે એમ માને છે કે એવી આયુર્વેદતો ઔષધોનો મહાસાગર છે. જેઓ સતત પ્રયોગ કરતા રહે છે, તેમને કંઈ ને કંઈ વિશેષ જાણકારી હાંસલ થાય છે .આજે કોઈ પન વિજ્ઞાન સંપૂર્ણ હોવાનો દાવો કરે તે ઇષ્ટ નથી

પણ પ્રત્યેક શાખામાં કંઈ ને કંઈ વિશેષતા છે તે નકારી શકાય તેમ નથી. આયુર્વેદનું જ્ઞાન પણ મારજીવાણું શાસ્ત્ર હોઈ તેમ જેમ જેમ ઊંડા ઉતરતાં જાવ તેમ તેમ મોતી લાવે પણ કિનારે તો છીપલાંજ વીણવાના રહે, માટેજ ગુરુજનો વારંવાર કહે છે કે આયુર્વેદ શાસ્ત્રનું વારંવાર રટણ કરવાથી જ તમને ત્યાં જ્ઞાન ની પ્રાપ્તિ થશે.
વર્ષો પેહલા મેલેરિયાના ઉપદ્રવે ખૂબજ જોર પકડ્યું હતું અને તેનું ઔષધ ક્વિનાઈન પણ મળતું ન હતું. શહેર ગામડાં અને પરાઓમાં ઘેર ઘેર મેલેરિયાના ઉપદ્રવે મઝા મૂકી હોઈ તેવું જણાતું હતું. તે વખતે ઘણા મંથન પછી આ ઔષધ તૈયાર કરી હતી. અને બધે પહોંચતી કરી હતી. આ વખતે જેલમાં પણ તાવનો વાવર ચાલુ હતો. પૂજ્ય રવિશન્કર દાદાએ પણ આ ટીકડીઓ વહેંચી ને પરિણામ ખૂબજ સારું છે તેવો અભિપ્રાય પણ લખીને આપ્યો. આજે પણ અમારી પાસે તેમના તથા અન્ય મહાનુભાવો વિગેરેના લખાણો આ વાતની સાક્ષી પૂરે છે.
સફળ ઔષધ પુરવાર થયું છે:. તે સમયે ભારત સરકારના મેલેરિયાની દવાઓ મંગાવવા પાછળ ઘણું વધુ હૂંડિયામણ ખરછવું પડે તેવું હતું. તો એવું કોઈ ઔષધ જોયતું હતું જ રિસર્ચની એરણ ઉપર તપાસી મેલેરિયાના રોગીઓને આપી શકાય. આજનો મેલેરિયા એવો છે કે કેટલાય ડ્રગને ગાંઠતો નથી એવા પ્રકારનો છે. એટલુંજ નહીં પણ ઉથલા પણ વારંવાર મારે છે.આ પરત્વેનો ભૂતકાળ તાજો થયો અનેક રોગીઓ ઉપર સફળ બનેલું ઔષધ ગેરોડીન જેને તાપીનાના નામથી ઓળખવામાં આવે છે તે આપ્યું.

તેમને નેશનલ મેલેરિયા ઈરાડિકેશન પ્રોગ્રામ હેઠળ ને ચકાસણી માટે હૈદરાબાદ મોકલ્યું હતું તે વખતે આંધ્રમાં વિનાશ નોતરાયો હતો અને ગંદકી અને જળબમ્બાકાર ને લીધે મેલેરિયા ખૂબજ પ્રમાણમાં હતો ત્યાં ઔષધની ટ્રાયલ લેવામાં આવી હતી. પરિણામની જાણ કરવામાં આવી હતી તેમનો પત્ર નીચે પ્રમાણે છે:

ભારત સરકારની રેજિયોનલ કોર્ડિનેશું સંસ્થા નેશનલ મેલેરિયા ઈરેડિકેશન પ્રોગ્રામ ના પત્ર થી અમારી આ ઔષધ અંગેનો એહવાલ વ્યક્ત કરેલ અભિપ્રાય નીચે મુજબ છે. આંધ્ર પ્રદેશમાં “તાપીના” ઔષધનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું જેનું પરિણામ આપવામાં આવ્યું છે.

આપેલ આંકડાકીય માહિતી ઉપરથી અનુભવ્યું કે આ ઔષધનો તાવ ઉતારવાની પ્રક્રિયાનો એન્ટી પાયરેક્ષિયાલ પ્રભાવ મેલેરિયાના જીવાણું પી વાઈવેક્સ અને પી ફાલ્સીપેરમ ઉપર પડ્યો છે અને ૮૦ ટકા કેસોમાં લાભજ જણાયો છે. ઇચ્નીય છે કે મોટા પ્રમાણમાં આ ઔષધ વાપરી આ વૈજ્ઞાનિક પરીક્ષણ વિસ્તારવામાં આવે છે . ટૂંકમાં આ ઔષધ ૮૦ ટકા જેટલું સફળ નીવડ્યું તેના બધા પ્રકારો તેમજ ચડેલા તાવને ઉતારવાનું કામ પણ આજ ઔષધ ટીકડી કરે છે. તેવો અભિપ્રાય થયો ત્યારે મેલેરિયા વિષે આ લેખ ઉપયોગી બન્યો છે.

મેલેરિયા વિષમજવરનું દેશી ઔષધ. ઋતુઓના પરિવર્તન કાળમાં જયારે ઋતુઓનું પ્રાબલ્ય વિષમ બને છે ત્યારે કેટલાક રોગો વિષેસ રીતે દેખાય છે. આ વખતે વર્ષાઋતુમાં વરસાદે માઝા મૂકી, નદી નાણાં ઉભરાયા, અનેક ગામો તારાજ થયા સર્વત્ર ભેજ ,કીચડ, ગંદકી, વધી પડી પરિણામે મેલેરિયાનો ઉપદ્રવ પણ કેટલાક સ્થળે જોરદાર દેખાયો.

આ રોગને ર ડામવા માટે, થતો અટકાવ માટે, દવાઓનો ચંથકાવ સમયસર કરવામાં આવે છે જેથી તેના મચ્છરોનો નાશ થાય અને રોગનો ઉપદ્રવ નહિવત બની જાય પણ કોણ જાણે હમણાં હમણાં આ મેલેરિયાના મચ્છરો આવી ચાંટકાવ દવાઓથી પ્રૂફ થયા છે કે દવાઓ છાંટવાની સમયસરની નિયમિતતામાં ભારે ઘટાડો થયો અથવા આ રોગને, આ મચ્છરોને નાશ કરનાર દવા પણ હલકા પ્રકારનું ભેળસેળ વાળું હોય તેમ પણ માનવામાં આવે છે .

ગમે તે કારણ હોય પણ આ ઋતુમાં મેલેરિયાનો ઉપદ્રવ પાછો દેખાવા મંડ્યો છે . મેલેરિયાનો ઉત્પત્તિનો સમય અમુક ગરમી અને અમુક ભેજનું પ્રમાણ હોય ત્યારે મચ્છરોનું ઉપદ્રવ વિશેષ પ્રમાણમાં થાય છે. આવા મચ્છરોની ૪૪ જાતો શોધાય છે . તેમાં અનોફીલીસ –Anopheles – નામના મચ્છરો જેની જાતીયો પણ જુદી જુદી છે. એની માળા આ રોગને મુખ્યત્વે ફેલાવે છે. આ મચ્છરના કરડવાથી માનવીના શરીરમાં આ જીવાણું પ્રવેશ પામી લાલ કણો RBC માં વિકાસ પામી તેના એટલે કે લાલ કણોનોજ નાશ કરે છે.

અને તેનું વિષ રક્તમાંજ ફેલાય છે . પરિણામે અચાનક ઠંડી સાથે તાવ આવે છે અને લમ્બો સમય ચાલે છે. યકૃત-લીવર તથા બરોળ સ્પલીન વધે છે અને લોહી ઘટવા માંડે છે . લોહીની તપાસમાં મેલેરિયા પેરેસાઇટ આવે છે.

લક્ષણો : આ તાવ અનિયમિત રીતે આવે છે એ ઢંગધડા વગરનો તાવ છે પ્રથમ ઠંડી ભરાય કંપ રાયગર જણાય કામળા રજાયો ઓઢાડવા છતાં અંદર ઠણ્ડી લાગે,શરીર ઠન્ડુ લાગે અને તાવ માપતા ૧૦૧ થી ૧૦૨ ડિગ્રી જેટલો જણાય પછી, તાવ ચડવા માંડે ૧૦૫ થી ૧૦૬ ડિગ્રી સુધી પહોંચી જાય.

રોગી એટલું કાઢી નાખે ગરમી અને પાણીની તરસ ખૂબ લાગે, ક્યારેક ઉલ્ટી થાય માથાના ભાગથી પસીનો વળવો શરુ થાય, માથાનો દુખાવો, આખા શરીરમાં દુખાવો ,પીંડીઓમાં કળતર, અરુચિ, પેશાબ પીળો અને વાસ વાળો ઉતરે. ક્યારેક પ્રલાપ આવા ઉપદ્રવો સાથે ચાર પાંચ કલાકમાં ખૂબજ પસીનો આખા શરીરે થાય તાવ ઉતરી જાય. ક્યારે આવે કેટલો ચઢે, ક્યારે ઉતરે, કેટલે દિવસે આવે, કે રોજ આવે વિગેરે ચોક્કસ હોતું નથી. વળી આ તાવ ઉતર્યા પછી પણ વારંવાર ઉથલા મારે એથીજ આયુર્વેદના આચાર્યોએ વિષમ કહ્યો છે .

ઉપચારો: મેલેરિયાની ટીકડી:

આયુર્વેદમાં લંઘન અને ગરમ પાણીના સેવનથી રોગનો આવેગ ઓછો થાય છે .

વિષમજવરનું ઔષધ: આધુનિક સંશધકોએ આયુર્વેદની વનસ્પતિમાંથી થોડીક લઈને તેના ઉપર વિશ્લેષણ કરવા માંડ્યું. તેમની વનસ્પતિઓમાં સપ્તપર્ણી વધુ અસરકારક માલમ પડી અને એમ તારણ કરાવ્યું કે આ વનસ્પતિ ક્વિનાઈન કરતા વધુ અસકારક છે. જાત જાતની દવાઓ -આજે ક્વિનાઈન, કલોરોક્વિનથી માંડીને મેલેરિયાને મટાડનારી જાત જાતની
ટીકડીઓ અસ્તિત્વમાં આવી છે .

આ ઔષધિયોની કેટલાકને વિપરીત અસરમાં ઉલ્ટી થવી,કૈંજ તકે નહીં તેવી સ્થિતિમાં પણ આ સરળ ઔષધથી લાભ થાય છે. આ ઔષધ તાપીના ના નામથી ઓળખાય છે જેની બનાવવાની રીત જોયે: સપ્તપર્ણ છાલ ૧૦૦ ગામ , કાલમેઘ ૧૦૦ ગરમ, કડુ ૧૦૦ ગ્રામ , મામેજવો ૧૨૫ ગ્રામ, આ બધા દ્રવ્યોને ખાંડીને ભૂકો કરી ૧૬ ઘણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું બાકી રહે ત્યારે ગલી લેવું . ત્યારબાદ ધીમા તાપે શીરા જેવું ઘન બનાવી તેમાં કાંચકા ના મીંજનું ચૂર્ણ ૨૫૦ ગ્રામ મેળવી ચણા જેવડી ગોળી બનાવી લેવી.

માત્રા: ૨ ગોળી દર ૪ કલાકે આપવી. તાવ મટ્યા પછી ૨-૨ ગોળી જમ્યા પછી ૩ અઠવાડિયા સુધી લેવાથી ફરીથી તાવનો હુમલો થતો નથી . સામાન્ય તાવમાં ૨ ગોળી ત્રણ વખત આપવી . અનુપાન ગરમ પાણી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.