કેવડિયા ખાતે સવા વર્ષમાં પહેલીવાર મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા

કેવડિયા, રાજ્યમાં કોરોનાવાયરસસના કેસ ૫૦૦ની અદંર આવી ગયા છે. રાજ્ય સરકારે ૧૧મી જૂનથી તમામ નિયંત્રણો હળવા કરી દીધા છે. એકબાજુ સંક્રમણ ઘટ્યું તો બીજી બાજુ ઘરોમાં કેદ થયેલા લોકો હવે પ્રકૃતિના સાનિધ્યમાં ઉમટી પડ્યા છે. રાજ્યના સૌથી મોટા પ્રવાસન હબ સ્ટેટ્યુ ઑફ યુનિટી ખાતે રવિવારે કોરોનાકાળના સવા વર્ષ દરમિયાન નોંધાયેલી પ્રવાસીઓની સંખ્યાના રેકોર્ડ તોડી નાખ્યા હતા. શનિ રવિની રજામાં આ સવા વર્ષ દરમિયાન સૌથી વધુ સંખ્યામાં પ્રવાસીઓ આવી પહોંચ્યા હતા.
કોરોનાની બીજી લહેરમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું અને જેને હાલ ૮ જૂનથી ફરી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ત્યારે કોરોનાનું સંર્ક્મણ પણ રાજ્યમાં ઘટ્યું છે જેના કારણે છેલ્લા ૪ મહિનાથી ઘરમાં રહેલા લોકો હવે પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે અને ખાસ હાલ કેવડિયા કોલોની ખાતે બનેલા વિશ્વસના સૌથી ઊંચા સ્ટેચ્યુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે વધુ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ત્યારે ગત શનિવાર અને રવિવારમાં છેલ્લા દોઢ વર્ષ માં પહેલી વાર ૭ હજાર કરતા વધુ પ્રવાસીઓ આવ્યા હતા. ભૂતાનથી આવેલ પ્રવાસીઓ એ વાત કરતા જણાવ્યું હતું કે કોરોનાનું સંર્ક્મણ ધટતા અમે ગુજરાતના પ્રવાસે આવ્યા છીએ. ગુજરાતમાં કેવડિયા ખાતે બનાવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે અન્ય જે પ્રોજેક્ટ છે એને જાેવા પણ અમે આવ્યા છીએ અને હવે ર્જે જાેતા વારંવાર અહીં આવવાનું મન થાય એવું છે.