શિલ્પા શેટ્ટીએ પુસ્તકના પેજની તસવીર શેર કરી
મુંબઈ: બોલિવુડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને તેનો પતિ રાજ કુંદ્રા પોતાના બંને બાળકોની સાથે હેપી ફેમિલીની જેમ રહે છે. હાલમાં જ રાજ કુંદ્રાએ તેની એક્સ-પત્ની કવિતા અંગે ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જે બાદ રાજ કુંદ્રાની બહેન પણ તેના સપોર્ટમાં આવી હતી અને તેના એક્સ-પતિ તેમજ એક્સ-ભાભી વચ્ચે શું રંધાઈ રહ્યું હતું તે જણાવ્યું હતું. આ અંગે શિલ્પા શેટ્ટીએ હજી કંઈ પણ કહ્યું નથી પરંતુ તેણે આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી છે. શિલ્પા શેટ્ટી પુસ્તકો વાંચવાની શોખીન છે
ઘણીવાર કોઈ ક્વોટ સારો લાગે તો તેની તસવીર શેર કરતી રહે છે. આ વખતે પણ તેને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પુસ્તકના પેજની તસવીર શેર કરી છે. જેમાં લખ્યું છે કે, જ્યારે એક સારા વ્યક્તિને ઈજા પહોંચે છે ત્યારે તેની સાથે જે પણ સારા લોકો જાેડાયેલા હોય છે, તમામને પીડા થાય છે. શિલ્પાએ જે પેજ શેર કર્યું છે તેમાં આગળ લખ્યું છે કે, સારાપણું આઈસોલેશનમાં ઉપસ્થિત નથી. સારાપણું દરેક કામમાં સારું યોગદાન આપે છે.
આ જ રીતે જ્યારે કોઈ સારા કામમાં મોડુ થાય છે અથવા નિષ્ફળ થાય છે ત્યારે આપણને કષ્ટ થાય છે. ક્યારેક-ક્યારેક આપણે જાેઈએ છીએ અથવા સાંભળીએ છીએ કે સારા લોકોની સાથે ખરાબ થયું પરંતુ આપણે કંઈ કરી શકતા નથી કારણ કે આપણને લાગે છે કે તેની સાથે આપણે કોઈ લેવા-દેવા નથી. પરંતુ જ્યારે એક સારી વ્યક્તિ પર હુમલો કરવામાં આવે છે, ઈજાગ્રસ્ત કરવામાં આવે છે, ધરપકડ કરવામાં આને છે,
જેલમાં નાખવામાં આવે છે, શોષણ કરવામાં આવે છે અથવા દુનિયામાં ક્યાંય મારી નાખવામાં આવે છે, ત્યારે લાગે છે કે આપણે બધા ઓછા સુરક્ષિત છીએ. રાજ કુંદ્રાએ કહ્યું હતું કે, મારી મમ્મીએ મારી પૂર્વ પત્ની અને મારી બહેનના પતિને રંગેહાથે ઝડપ્યા હતા, ઘણીવાર તો આપત્તિજનક પરિસ્થિતિમાં ઝડપ્યા હતા. અહીં બે પરિવારો બરબાદ થઈ રહ્યા હતા છતાં તેમણે એકવાર પણ વિચાર્યુ નહોતું. શિલ્પાના જન્મદિવસ બાદ કવિતાનો જૂનો ઈન્ટરવ્યૂ વાયરલ થયો હતો. શિલ્પાએ ના પાડી હોવા છતાં અને સહનશક્તિની હદ આવી જતાં મેં આ ઈન્ટરવ્યૂ આપવાનું નક્કી કર્યું.