જમીન ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી. તેના બધા પેપર અમારી પાસે છે: સિસોદિયા
નવીદિલ્હી: અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે એકઠો કરવામાં આવી રહેલા ચંદાને લઈએ રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પર કરોડોના કૌભાડનો આરોપ લગાવવામાં આવ્યો છે. આમ આદમી પાર્ટી સાંસદ સંજય સિંહથી લઈને સમાજવાદી પાર્ટી, ટીએમસી, કોંગ્રેસ અને અન્ય પાર્ટી પણ હવે આ બાબતેન ઉઠાવી રહી છે. આરોપ છે કે, ટ્રસ્ટે કરોડા રૂપિયાની જમીનનો કૌભાંડ કર્યો છે. આને લઈને એક વખત ફરીથી આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહ અને દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પ્રેસ કોન્ફ્રન્સ કરીને આખા કેસ વિશે વિગતે માહિતી આપી હતી.
દિલ્હીના ડિપ્ટી સીએમ સિસોદિયાએ કહ્યું કે, દેશની આસ્થા સાથે છેડછાડ કરવામાં આવી રહી છે.
તેમને કહ્યું કે, લોકો ભવ્ય મંદિર નિર્માણની રાહ જાેઈ રહ્યાં છે. મંદિર બનાવવાની જવાબદારી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટની છે. પરંતુ કેટલાક દિવસ પહેલા ટ્રસ્ટે ૧૨૦૮૦ વર્ગમીટર જમીન ખરીદી. જેને ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદવામાં આવી. તેના બધા પેપર અમારી પાસે છે.
તેમને જણાવ્યું, જમીનના દસ્તાવેજમાં રામ જન્મભૂમિ ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રા એક સાક્ષી હતા, જ્યારે અયોધ્યાના મેયર અને બીજેપી નેતા ઋષિકેસ ઉપાધ્યાય બીજા સાક્ષી હતા. રામભક્તોને જમીન ખરીદવાની ખુશી હશે. કેમ કે તેના માટે બધાએ કંઈક ને કંઈક આપેલું છે. પરંતુ લોકોને દુઃખ ત્યારે થાય છે કે, જ્યારે તેમને ખબર પડે છે કે જમીન ખરીદવામાં કૌભાંડ કરવામાં આવી રહ્યો છે. જમીન રવિ મોહન તિવારી અને સુલ્તાન અંસારી પાસેથી ટ્રસ્ટે ખરીદી
પરંતુ તે દિવસે તેનાથી માત્ર પાંચ મીનિટ પહેલા સુલ્તાન અંસારી અને રવિ મોહન તિવારીએ આ જમીન હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી ખરીદી. તે જમીન માત્ર બે કરોડમાં ખરીદવામાં આવી હતી. તેના પાંચ મીનિટ પછી રવિ મોહન તિવારી અને સુલ્તાન અંસારીએ આ જમીન શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે ૧૮.૫ કરોડ રૂપિયામાં ખરીદી લીધી.
મનીષ સિસોદિયાએ જણાવ્યું કે, જે જમીન હરીશ પાઠક અને કુસુમ પાઠક પાસેથી બે કરોડમાં ખરીદી હતી,
તેમાં પણ અનિલ મિશ્રા અને અયોધ્યાના મેયર ઋષિકેસ ઉપાધ્યાય જ સાક્ષી હતા, તે પછી આ જમીન ૧૮.૫ કરોડમાં શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે ખરીદી તો આ બંને સાક્ષીના રૂપે હાજર રહ્યાં. તેમને કહ્યું કે, પહેલા અમને આ ડોક્યુમેન્ટ ફેક લાગ્યા અને તેમાં કોઈ ફર્જીવાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી. પરંતુ થોડા જ સમય પછી શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટે પોતે જણાવ્યુ કે, તેમને આ જમીન ખરીદી છે. તેનાથી વધારે દુઃખ થઈ રહ્યો છે. લોકો આસ્થાથી ચંદો આપી રહ્યાં છે, તેમના સાથે છેડછાડ કરવી યોગ્ય નથી.