Western Times News

Gujarati News

સુરતના કતારગામમાં વોચમેનનું કામ કરતા વ્યક્તિના દીકરાની હત્યા

Files Photo

સુરત: સુરતના કતારગામ પોલીસ સ્ટેશનની બાજુના જ કોમ્પ્લેક્ષના નેપાળી વોચમેનના પુત્રની ર્નિમલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં મળી આવી હતી. યુવાન તેના પિતાને માર મારતો હોય બે મહિના અગાઉ તેને ઘરેથી કાઢી મુક્યા બાદ તે મિત્રો સાથે જ રખડપટ્ટી કરતો હતો. . જાેકે પોલીસે તપાસ કરતા જે મિત્ર સાથે રખડપટ્ટી કરતો હતો તે મિત્ર એ ઝગડો થતા તેની હત્યા કરી હોવાનું સામે આવતા પોલીસે નેપાળી યુવાન મિત્રની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવહૈ હાથ ધરી છે

સુરત માં સતત હત્યા ની ઘટના બની રહી છે જાેકે સુરત માં થતી હત્યા ની ઘટના માં સન્માનીય બાબતે થયેલા ઝગડાને લઈને કરું અંજામ આવતો હોય છે ત્યારે આવીજ એક હત્યા ની ઘટના ના પોલીસે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે જાેકે સુરત ના કતારગામ પોલીસ મથક ની બાજુના બિલ્ડિગમાં સિક્યુરિટી ગડ તરીકે કામ કરતા અને મૂળ નેપાળનો વતની એવા વર્ષીય સુરજ બલબહાદુર સોની ( વિશ્વકર્મા) પુત્ર કામ ધંધો નહિ કરી પિતાને માર મરતો હતો જેને લઈને પિતાએ પોતાના પુત્ર અર્જુન બે મહિના પહેલા ઘરમાંથી કઈ મુક્યો હતો.

જાેકે તે તેના એક મિત્ર સાથે રખડતું જીવન ગુજારતો હતો જાેકે બે દિવસ પહેલા કતારગામ ર્નિમલ ઇન્ડસ્ટ્રીઝની પાછળ રેલવે ટ્રેક પાસે ખુલ્લામાં એક યુવાન ઈજાગ્રસ્ત હાલતમાં પડયો હોવાના મેસેજને પગલે ૧૦૮ એમ્બ્યુલન્સ ત્યાં દોડી ગઈ હતી. પરંતુ યુવાનના ગળાના ભાગે ડાબીબાજુ તથા જમણા પગે ઘુટણ પાછળના ભાગે તિક્ષ્ણ હથીયાર વડે થયેલી ગંભીર ઇજાના નિશાન હતા અને તે મૃત હાલતમાં હતો.તેથી ૧૦૮ ના કર્મચારીએ કતારગામ પોલીસને જાણ કરી હતી.

બનાવની જાણ થતા દોડી ગયેલી કતારગામ પોલીસે યુવાનનો ચહેરો જાેતા જ તે પોલીસ સ્ટેશનની બાજુમાં સરદાર કોમ્પ્લેક્ષના વોચમેન સૂરજ બલબહાદુરનો પુત્ર અર્જુન છે તેમ ઓળખી લીધો હતો.પોલીસે સૂરજ બલબહાદુરને સ્થળ ઉપર બોલાવી અર્જુન અંગે ખરાઈ કર્યા બાદ તેની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ૨૨ થી ૨૪ વર્ષીય અર્જુન તેના પિતાને માર મારતો હતો અને રાખડપટ્ટી કરતો હતો તેથી તેને બે મહિના અગાઉ જ ઘરેથી કાઢી મુક્યો હતો. ત્યારબાદ અર્જુન તેના મિત્રો સાથે જ રહી રખડપટ્ટી કરતો

જાેકે પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ કરતા પોલીસને જાણકારી મળીહતી કે અર્જુન જે મિત્ર સાથે રહેતો હતો તે મિત્ર સાથે ઝગડો થતા તેજ મિત્રએ અર્જુન ની હત્યા કરી છે જાેકે પોલીસે તાતકાલક આ યુવાને ઝડપી પડી તેની પૂછપરછ કરતા તેને કરેલ હત્યા મામલે કબૂલાત કરતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.