Western Times News

Gujarati News

ડેલ્ટા પ્લસ અંગે ચિંતા કરવાનું કોઇ કારણ નથી : વૈજ્ઞાનિકો

નવી દિલ્હી: કોરોના વાયરસના અતિ સંક્રામક ડેલ્ટા પ્રકાર ઉત્પરિવર્તિત થઈને ‘ડેલ્ટા પ્લસ’ કે ‘એવાય.૧’ બની ગયો છે. પરંતુ ભારતમાં હજુ તેને લઈને ચિંતિત થવાની જરૂર નથી કારણ કે દેશમાં હજુ પણ તેના ખૂબ ઓછા કેસ છે. વૈજ્ઞાનિકોએ આ જાણકારી આપી. ‘ડેલ્ટા પ્લસ’ પ્રકાર વાયરસનો ડેલ્ટા ‘મ્.૧.૬૧૭.૨’ પ્રકારમાં ઉત્પરિવર્તિત થવાથી બન્યો છે જેની ઓળખ પહેલીવાર ભારતમાં થઈ હતી અને આ મહામારીની બીજી લહેર માટે જવાબદાર હતી. જાેકે, વાયરસના નવા પ્રકારના કારણે બીમારી કેટલી ઘાતક થઈ શકે છે તેના હજુ સુધી કોઈ સંકેત મળ્યા નથી. ડેલ્ટા પ્લસ તે ‘મોનોક્લોનલ એન્ટીબોડી કોકટેલ’ ઉપચારનો રોધી છે જેને હાલમાં ભારતમાં સ્વીકૃતિ મળી છે.

દિલ્હી સ્થિત સીએસઆઇઆર- જિનોમિકી અને સમવેત જીવ વિજ્ઞાન સંસ્થાન (આઇજીઆઇબી)માં વૈજ્ઞાનિક વિનોદ સ્કારિયાએ રવિવારે ટ્‌વીટ કર્યું, કે૪૧૭એન ઉત્પરિવર્તનના કારણે મ્.૧.૬૧૭.૨ પ્રકાર બન્યો છે જ ને છરૂ.૧ના નામથી પણ ઓળખવામાં આવે છે.

તેઓએ કહ્યું કે આ ઉત્પરિવર્તન સાર્સ સીઓવી-૨ના સ્પાઇક પ્રોટીનમાં થયો છે જે વાયરસને માનવ કોશિકાઓની અંદર જઈને સંક્રમિત કરવામાં સહાયતા કરે છે. સ્કારિયાએ ટ્‌વીટર પર લખ્યું, ભારતમાં કે૪૧૭એનથી ઉપજેલો પ્રકાર અત્યારે વધુ નથી. આ સીકવન્સ વધુ યૂરોપ, એશિયા અને અમેરિકાની સામે આવ્યો છે.

સ્કારિયાએ એવું પણ કહ્યું કે, ઉત્પરિવર્તન, વાયરસની વિરુદ્ધ પ્રતિરોધક ક્ષમતાથી પણ સંબંધિત હોઈ શકે છે. રોગ પ્રતિરોધક ક્ષમતા વિશેષજ્ઞ વિનીતા બલે કહ્યું કે જાેકે વાયરસના નવા પ્રકારના કારણે એન્ટીબોડી કોકટેલના પ્રયોગને આંચકો લાગ્યો છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.