Western Times News

Gujarati News

34 ટકા ભારતીય ગ્રાહકોએ છેલ્લાં 12 મહિનામાં નાણાકીય છેતરપિંડીનો અનુભવ કર્યો

હવે 68 ટકા ભારતીય ગ્રાહકો નાણાકીય વ્યવહાર માટે ઓનલાઇન અથવા મોબાઇલ બેંકિંગનો ઉપયોગ કરે છે

મહામારીમાં ઓનલાઇન બેંકિંગ અને ડિજિટલ પેમેન્ટ્સનો ઉપયોગ વધ્યો, નવો FIS રિપોર્ટ

બાય નાઉ, પે લેટર એપ્સની લોકપ્રિયતામાં વધારો, 32 ટકા ભારતીયો હવે બીએનપીએલ એપનો ઉપયોગ કરે છે

મુંબઇ, કોવિડ-19 મહામારીને કારણે ભારતમાં ડિજિટલ પેમેન્ટ્સ અપનાવવામાં તેજી આવી છે અને હવે 68 ટકા ભારતીય ગ્રાહકો તેમના નાણાકીય વ્યવહારો કરવા માટે ઓનલાઇન અથવા મોબાઇલ બેંકિંગ એપ્સનો ઉપયોગ કરી રહ્યાં છે, તેમ ફાઇનાન્સિયલ ટેક્નોલોજી લીડર FIS® (NYSE: FIS) દ્વારા આજે રિલીઝ કરાયેલા નવા અહેવાલમાં જણાવ્યું છે.

FIS PACE દ્વારા જૂન, 2020 અને એપ્રિલ 2021 બંન્નેમાં ભારતીય વયસ્કો વચ્ચે સર્વે કરવામાં આવ્યો હતો અને કેવી રીતે મહામારીએ ગ્રાહકોના ફાઇનાન્સને અસર કરી છે તેની જાણકારી પ્રાપ્ત કરાઇ હતી. અહેવાલમાં જણાયું હતું કે મહામારીને કારણે ગ્રાહકોને રોકડ અને ચેકથી ડિજિટલ પેમેન્ટ્સ તરફ વળવાની ફરજ પડી છે, જેના મુખ્ય નિષ્કર્ષ નીચે મૂજબ છેઃ

·         આશરે 68 ટકા ગ્રાહકો પેમેન્ટ્સ કરવા માટે મોબાઇલ પેમેન્ટ એપનો ઉપયોગ કરે છે, જ્યારે કે 94 ટકા Gen Z ગ્રાહકો મોબાઇલ વોલેટ્સ ધરાવે છે.

·         બાય નાઉ, પે લેટર (બીએનપીએલ) એપ્સે મહામારીમાં ખાસ કરીને યુવા પેઢી વચ્ચે નોંધપાત્ર લોકપ્રિયતા હાંસલ કરી છે. સરેરાશ 32 ટકા ગ્રાહકો બીએનપીએલ એપ ધરાવે છે અને મોટાભાગના ગ્રાહકો એમેઝોન અથવા ફ્લિપકાર્ટના બીએનપીએલ વિકલ્પનો ઉપયોગ કરે છે.

એફઆઇએસના એપીએમઇએના ચીફ રિસ્ક ઓફિસર ભરત પંચાલે કહ્યું હતું કે, “મહામારીને કારણે ભારત ડિજિટલ પેમેન્ટ્સ અપનાવવાના નવા તબક્કામાં પ્રવેશ્યું છે. સફળ થવા માટે બેંકિંગ સેક્ટરે ટેક્નોલોજી-કેન્દ્રિત રણનીતિ પ્રદાન કરે તે જરૂરી છે, જે ગ્રાહકોની ઝડપથી બદલાતી આદતો અને વૈવિધ્યસભર પસંદગીને પૂર્ણ કરે છે તેમજ દેશભરમાં વંચિત સમુદાયો માટે નાણાકીય સમાવેશીકરણને વેગ આપે છે.”

FIS PACE અહેવાલમાં જણાયું છે કે મહામારી દરમિયાન નાણાકીય છેતરપિંડીમાં નોંધપાત્ર વધારો થયો છે તેમજ ગ્રાહકો ટ્રાન્ઝેક્શન કરવા માટે ઓનલાઇન વિકલ્પોનો ઉપયોગ વધારી રહ્યાં છે. ગ્રાહકો સાઇબર છેતરપિંડી કરનારાઓ પ્રત્યે વધુ સંવેદનશીલ બન્યાં છે, જેમાં છેલ્લાં 12 મહિનામાં 34 ટકા નાણાકીય છેતરપિંડી નોંધાઇ છે. Gen Y (25-29 વર્ષ વયજૂથ) વચ્ચે 41 ટકાનો વધારો થયો છે. મુખ્યત્વે ફિશિંગ દ્વારા નાણાકીય છેતરપિંડી થઇ છે, જે બાદ ક્યુઆર કોડ/યુપીઆઇ સ્કેમનો ક્રમ છે. જોકે, ગ્રાહકો કાર્ડ સ્કેમ અને સ્કિમિંગના પણ ભોગ બન્યાં છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.