દુનિયા માટે આતંકવાદ અને કટ્ટરપંથ સૌથી મોટુ સંકટ છે : રાજનાથ સિંહ

નવીદિલ્હી: દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહે આજે સવારે આસિયાનની મીટિંગમાં વીડિયો કોન્ફ્રેન્સિંગના માધ્યમથી ભાગ લીધો. આસિયાન દેશોના રક્ષા મંત્રીઓેની સાથે આ બેઠક આજે સવારે સાડા ૬ વાગે થઈ. આસિયાન રક્ષા મંત્રીની બેઠક પ્લસમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યુ કે આતંકવાદ અને કટ્ટરપંથ વિશ્વ શાંતિ અને સુરક્ષા માટે સૌથી મોટું સંકટ છે. નાણા કાર્યવાહી કાર્યબળ (એફએટીએફ)ના સભ્યના રુપમાં ભારત આતંકવાદના વિત્તપોષણનો સામનો કરવા પ્રતિબદ્ધ છે.
સુરક્ષા પડકારોનો સામનો કરવા પર ભારતનું વલણ રજુ કરતા રાજનાથ સિંહે કહ્યુ કે એકબીજાના સહકારથી આતંકવાદી સંગઠનો અને તેમના નેટવર્કને પ્રતિબંધિત કરી શકાય છે. આ દરમિયાન રાજનાથ સિંહે કહ્યુ કે હાલમાં સામૂહિક રુપથી અમારી સામે જે પડકાર છે તે છે કોવિડ ૧૯. રક્ષા મંત્રીએ કહ્યુ કે વાયરસ પોતાનું રુપ બદલે છે અને આના નવા નવા વેરિએન્ટ સામે આવતા રહે છે. જેણે આપણી મેડિકલ પ્રક્રિયાને સીમા સુધી ધકેલી દીધી છે.
આ બેઠકમાં ભારતની સાથે ચીન, જાપાન અને રશિયાના રક્ષા સચિવ પણ હાજર રહ્યા. છડ્ઢસ્સ્-ઁઙ્મેજ ૧૦ આસિયાન સભ્ય દેશો અને આઠ સંવાદ ભાગીદારો એટલે કે ઓસ્ટ્રેલિયા, ચીન, ભારત, જાપાન, ન્યૂઝીલેન્ડ, દક્ષિણ કોરિયા, રશિયા અને સંયુક્ત રાજ્ય અમેરિકાને પણ સામેલ કરનારા એક મહત્વપૂર્ણ મંચ છે. જે સુરક્ષાને મજબૂત કરવા માટે અને વિસ્તારમાં શાંતિ સ્થિરતા તથા વિકાસ માટે રક્ષા સહયોગને વધારી દે છે.