અમદાવાદમાં સાઈટોકાઈન સ્ટ્રોમના કેસોમાં વધારો
સાઈટોકાઈન સ્ટ્રોમના દર્દીઓમાં કોવિડ ૧૯ના પોઝિટિવ દર્દીઓ અને રસી લીધેલા થોડા દર્દીઓ સામેલ છે
અમદાવાદ: કોરોનાની બીજી લહેર દરમિયાન મ્યુકોરમાઈસોસિસના કેસોમાં નોંધપાત્ર વધારો જાેવા મળ્યો હતો અને હવે સાઈટોકાઈન સ્ટ્રોમના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, શરીર અને શરીરની કામગીરીમાં થઈ રહેલા હળવા ફેરફારોને પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે. તમારી સ્વસ્થ અને મજબૂત રોગપ્રતિકારક ક્ષમતા સાઈટોકાઈન સ્ટ્રોમને નબળી પાડી શકે છે.
યુવાનો વચ્ચે સાઈટોકાઈન સ્ટ્રોમના કેસમાં વધારો જાેવા મળ્યો છે. જેના દર્દીઓમાં કોવિડ ૧૯ના પોઝિટિવ દર્દીઓ અને રસી લીધેલા થોડા દર્દીઓ સામેલ છે. અપોલો હોસ્પિટલના ડો. મનોજ સિંહના જણાવ્યા પ્રમાણે, સાઈટોકાઈન સ્ટ્રોમ સાર્સ-કોવિડ-૨ની ગંભીરતા નક્કી કરવામાં સીધી ભૂમિકા ભજવે છે. સાઈટોકાઈન એ શરીરના વિવિધ કોષો દ્વારા બનતા નાના-નાના ગ્લાયકોપ્રોટિન્સ છે. આ સાઈટોકાઈન વિવિધ પ્રકારની કામગીરી ધરાવે છે, જેમાં અંતઃસ્ત્રાવની પ્રક્રિયા અને રોગપ્રતિકારક પ્રતિક્રિયા સામેલ છે. જ્યારે ઈન્ફ્લેશનના પ્રતિકારક સ્વરૂપે સાધારણ કરતા અતિ ઉંચા દરે વિવિધ સાઈટોકાઈન્સ બને છે
ત્યારે સાઈટોકાઈન સ્ટ્રોમ થાય છે. સાઈટોકાઈન્સનું વધારે ઉત્પાદન થવાથી ઈજા થયેલા અથવા બળતરા અનુભવતા કે સોજાે આવી ગયેલી જગ્યા પર વધારે રોગપ્રતિકારક કોષોની જરૂર પડે છે, જે અંગને નુકસાન થવાની સંભવિતતા તરફ દોરી જાય છે. અહીંયા શરીર વાયરસ સામે લડવાના બદલે અને પોતાના કોષો, પેશીઓ સામે લડે છે, જે અંગને નુકસાન તરફ દોરી જાય છે. સામાન્ય રીતે આ ઘટના ઓટોઈમ્યુન, થોડા ઈન્ફેક્ટિવ કેસો અને હવે કોવિડ-૧૯માં જાેવા મળે છે. જ્યારે યુવાન દર્દીઓની વાત આવે છે
ત્યારે તેમની રોગપ્રતિકારક ક્ષમતા વધારે સક્રિય હોવાથી તેમની અંદર સાઈટોકાઈન સ્ટ્રોમ થવાનું જાેખમ વધારે છે. જાે એનું નિદાન ન થાય તો દર્દી માટે સાઈટોકાઈન સ્ટ્રોમ જીવલેણ બની શકે છે, જેને સાઈટોકાઈન સ્ટ્રોમ સિન્ડ્રોમ તરીકે ઓળખવામાં આવે છે. આ અનિયંત્રિત અને ઈન્ફ્લેમેટરી પ્રતિસાદ આપવામાં રોગપ્રતિકારક વ્યવસ્થાની ભૂમિકાની યાદ અપાવે છે.
અન્ય કોઈ બીમારીની ગેરહાજરીમાં પણ બીજી લહેર દરમિયાન યુવાન દર્દીઓ કોવિડ-૧૯નો ભોગ બન્યા છે’, તેમ ડો. સિંહે ઉમેર્યું હતું. આ માટે કોવિડ-૧૯નું મોડુ નિદાન તેમજ સાઈટોકાઈન સ્ટ્રોમ પણ જવાબદાર છે. શરીર પર રોગપ્રતિકારક વ્યવસ્થા હુમલો કરે પછી એને અનુસરવા સાઈટોકાઈન સ્ટ્રોમ તૈયાર હોય છે, જેના પરિણામે ફેફસાને ગંભીર ઈજા થાય છે અને પછી એકથી વધારે અંગ કામ કરતાં બંધ થઈ જાય છે.