મુકુલ રાય ત્રિપુરા ભાજપના બળવાખોરોને TMCમાં લાવશે
કોલકતા: પશ્ચિમ બંગાળમાં ભાજપના આંચકો આપ્યા બાદ હવે ટીએમસી ત્રિપુરામાં ભાજપના બળવાખોરોને પાર્ટીમાં સામેલ કરવાનો પ્રયાસ કરી રહી છે જેની જવાબદારી તાજેતરમાં ભાજપ છોડી પાછા ટીએમસીમાં આવેલ મુકુલ રાયને સોંપવામાં આવી છે.
પાર્ટી નેતાઓની જવાની અળટકો વચ્ચે ભાજપે કેન્દ્રીય નેતાઓની એક ટીમ રાષ્ટ્રીય મહામંત્રી બી એલ સંતોષના નેતૃત્વમાં પાર્ટીના રાજય નેતૃત્વની સાથે સંગઠનાત્મક બેઠક કરવા માટે બે દિવસીય યાત્રા પર અગરતલ્લા પહોંચ્યા છે.
ટીમમાં આસામ અને ત્રિપુરા માટે ભાજપના સંગઠનાત્મક મંત્રી કણીદ્રનાથ શર્મા,પૂર્વોત્તર મહામંત્રી સંગઠન અજય જામવાલ અને રાજય નીરીક્ષક વિનોદ સોનકર છે તેમણે પ્રદેશ ભાજપ અધ્યક્ષ માણિક સાહા અને તમામ જીલ્લાના પાર્ટી અધ્યક્ષોની મુલાકાત કરી હતી.આ ટીમ મુખ્યમંત્રી બિપ્લસ કુમાર દેબ તેમના કેબિનટના સાથીઓ અને રાજયના બે સાંસદો પ્રતિમા ભૌમિક અને રેબતી ત્રિપુરાની પણ મુલાકાત કરશે
ભાજપના પ્રવકતા નબેંદુ ભટ્ટાચાર્યે કહ્યું કે બેઠકોનો હેતુ પાર્ટીના સંગઠનને મજબુત કરવાનો છે.તેમણે કહ્યું કે આ તમામ નિયમિત બેઠકો છે પાર્ટી ઇચ્છે છે કે નેતા મહામારી દરમિયાન વધુ સક્રિય રહે અને લોકો સુધી પહોંચે.
તેમણે કહ્યું કે ત્રિપુરાના લોકો લોકતાંત્રિક રીતે જાગૃત છે તેમણે પ્રવાસી પક્ષીઓની જેમ બહારથી ક્ષેત્રીય પક્ષોને ત્રિપુરામાં આવતા જાેયા છે આ ઉપરાંત લોકો બંગાળમાં ટીએમસી દ્વારા કરવામાં આવેલ ચુંટણી બાદની હિંસાને જાેઇ રહ્યાં છે.
ભાજપે દાવો કર્યો છે કે નેતા આગામી વિધાનસભા ચુંટણીની તૈયારી હેઠળ ત્રિપુરા આવ્યા છે પાર્ટીએ એ પણ કહ્યું કે ટીએમસીના પ્રયાસ સફળ થશે નહીં કારણ કે કેન્દ્રીય નેતૃત્વે અસંતુષ્ટ નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓને સાંભળ્યા હતાં અને તેમને શાંત કર્યા હતાં.માણિક સાકાએ કહ્યું કે બધુ બરાબર છે અને કોઇ પણ મતભેદને ચર્ચાના માધ્યમથી ઉકેલી લેવામાં આવશે તેમણે કહ્યું કે કેન્દ્રીય નેતા ભાજપના સાથી આઇપીએફટીથી પણ મુલાકાત કરશે
એ યાદ રહે કે પશ્ચિમ બંગાળમાં ડાબેરી પક્ષોની સાથે કોંગ્રેસના ગઠબંધન બાદ મુકુલ રાયે ૨૦૧૬માં કોંગ્રેસના છ ત્રિપુરાના ધારાસભ્યોને ટીએમસીાં લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હત બાદમાં તમામ છ ધારાસભ્ય રાયની સાથે ભાજપમાં સામેલ થયા હતાં.