અમે પણ વિચારીશું કે ભવિષ્યમાં શું કરી શકાય છે : સંજય રાઉત
મુંબઇ: મહારાષ્ટ્રમાં એકલા હાથે વિધાનસભા ચુંટણી લડવાની જાહેરાત કરી પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નાના પટોલાએ રાજયનો રાજકીય પારો વધારી દીધો છે.પટોલાના નિવેદન પર શિવસેનાની પ્રતિક્રિયા આવી છે અને તેણે કહ્યું કે અમે પણ વિચારીશું કે ભવિષ્યમાં અમે શું કરી શકીએ છીએ.
હકીકતમાં તાજેતરમાં નાના પટોલેએ કહ્યું હતું કે રાજયમાં કોંગ્રેસ પાર્ટી હવે એકલા હાથે ચુંટણી લડશે આ સાથે જ તેમણે મુખ્યમંત્રી બનવાની ઇચ્છા પણ વ્યકત કરી હતી ત્યારબાદ રાજકીય ગરમી તેજ થઇ ગઇ હતી
શિવસેનાના નેતા અને રાજયસભાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે મહા વિકાસ અઘાડીમાં એક દોસ્ત રાજય કોંગ્રેસ પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે તે એકલા ચુંટણી લડશે તે સરકારનો હિસ્સો હશે પરંતુ એકલા ચુંટણી લડશે તમે ચુંટણી લડી શકો છો
ત્યારબાદ બાકી બચેલ બે પાર્ટી વિચારશે કે ભવિષ્યમાં તે સાથમાં શું કરશે પટોલોના આ નિવેદનથી એકવાર ફરી એ સંકેત મળી ગયો છે કે રાજયની મહા વિકાસ અઘાડી સરકારમાં બધુ બરોબર ચાલી રહ્યું નથી.જાે કે રાજયની ગઠબંધન સરકારમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહેલ એનસીપીએ કહ્યું હતું કે મહા વિકાસ અઘાડી (એમવીએ)ના ત્રણેય ઘટક મહારાષ્ટ્ર સરકાર ચલાવવાના મુદ્દા પર એક છે.પરંતુ વર્ષ ૨૦૨૪માં યોજનારા રાજય વિધાનસભા અને લોકસભાની ચુંટણી સાથે લડવા પર અત્યાર સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી