Western Times News

Gujarati News

કિસાનો ૨૬ જુને દેશભરમાં રાજભવનોનો ઘેરાવ કરશેઃ ટિકૈત

નવીદિલ્હી: કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાનુનોની વિરૂધ્ધ કિસાનોનું આંદોલન એકવાર ફરીથી ગતિ પકડવા લાગ્યું છે ભારતીય કિસાન યુનિનના નેતા રાકેશ ટિકૈતે જાહેરાત કરી છે કે કિસાનો દ્વારા ૨૬ જુનના રોજ દેશભરમાં રાજભવનોનો ઘેરાવ કરવામાં આવશે આ સાથે જ રાષ્ટ્રપતિથી આ મામલામાં હસ્તક્ષેપ કરવાની માંગ કરવામાં આવશે
રાકેશ ટિકૈતૈ ટ્‌વીટ કરી કહ્યું કે ૨૬ જુને લોકતંત્ર બચાવો કિસાન બચાવો દિવસ તરીકે ઉજવવામાં આવશે કટોકટીની વર્ષ ગાંઠ પર વર્તમાનમાં અધોષિત કટોકટીનો વિરોધ કરવામાં આવશે મીડિયા સાથે વાતચીત કરતા ટિકૈતે કહ્યું કે આંદોલનના સાત મહીના થઇ ગયા છે

તેને લઇ રાજયપાલને આવેદનપત્ર સોંપવામાં આવશે.આ પહેલા ટિકૈતે બે ટ્‌વીટ કર્યા હતાં જેમાં તેમણે પોતાના સાથીઓને સંદેશ આપતા કહ્યું હતું કે જાે જળ જંગલ અને જમીનને બચાવવી હોય તો લુંટેરાઓની વિરૂધ્ધ લડાઇ લડવી પડશે એક અન્ય પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે સરકારે ત્રણ કાનુનોને રદ કરી એમએસપી પર કાનુન બનાવવો જાેઇએ

રાકેશ ટિકૈતે કહ્યું કે ૨૬ નવેમ્બરે જ આંદોલનની શરૂઆત કરવામાં આવી હતી આ કારણે દર મહીનાની ૨૬ તારીખે કોઇને કોઇ કાર્યક્રમ રાખવામાં આવશે એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે કોરોના લાઇડલાઇન્સને લઇ હાલ આંદોલન સ્થળ પર ભીડ ઓછી છે આવનારા સમયમાં ભીડને વધારવામાં આવશે

તેમણે કહ્યું કે કિસાન ત્યાં સુધી અહીંથી હટશે નહીં જયાં સુધી કોઇ સમાધાન નિકળશે નહીં આ સાથે તેમણે કહ્યું કે સરકારે જાે શરત વિના વાત કરવી હોય તો કિસાન વાતચીત માટે તૈયારી છે.તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ઉદ્યોગપતિઓને કારણે કિસાનોને ભ્રમમાં નાખી રહી છે.કેન્દ્ર સરકારે કિસાનોના હિતમાં નિર્ણય લેવો જાેઇએ પરંતુ સરકાર તો કિસાનોની સામે જાેતી નથી.આવનારા દિવસોમાં કિસાનો પણ કેન્દ્ર સરકારને પાઠ ભણાવવા માટે તૈયાર રહેશે જેની શરૂઆત પશ્ચિમ બંગાળથી થઇ ગઇ છે.તેમણે કહ્યું કે આગામી વર્ષે રાજયોમાં યોજાનાર વિધાનસભાની ચુંટણીઓમાં પણ કિસાનો ભાજપની વિરૂધ્ધ મતદાન કરવાની નાગરિકોને અપીલ કરશે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.