ગાજિયાબાદ વીડિયો મામલામાં સ્વરા ભાસ્કર સહિત અનેક લોકોની વિરુદ્ધ ફરિયાદ
ગાજિયાબાદ: ઉત્તર પ્રદેશ સ્થિત ગાજિયાબાદનો એક વીડિયો ટ્વીટ કરવાના મામલામાં અભિનેત્રી સ્વરા ભાસ્કર, પત્રકાર ખાનક શેરવાની, આસિફ ખાન અને ટ્વીટર ઈન્ડિયાના મનીષ માહેશ્વરીની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. વકીલ અમિત આચાર્ય દ્વારા દિલ્હીના તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવવામાં આવી છે. જાેકે આ ફરિયાદ પર હજુ એફઆઇઆર નોંધવામાં નથી આવી. આ દરમિયાન દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
આ પહેલા ઉત્તર પ્રદેશ પોલીસે સોશિયલ મીડિયા પર એક વીડિયો પ્રસારિત કરવાના મામલામાં માઇક્રો બ્લોગિંગ સાઇટ ટ્વીટર, એક સમાચાર પોર્ટલ અને ૬ લોકોની વિરુદ્ધ મામલો નોંધ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મુસ્લિમ ગાજિયાબાદમાં કેટલાક લોકોના કથિત હુમલા બાદ પોતાની વ્યથા સંભળાવતા જાેવા મળી રહ્યા છે. પોલીસનું કહેવું છે કે આ વીડિયો સાંપ્રદાયિક તણાવ ઊભો કરવા માટે શૅર કરવામાં આવ્યો હતો.
મળતી જાણકારી મુજબ, ગાજિયાબાદના લોની બોર્ડર પોલીસ સ્ટેશનમાં એક સ્થાનિક પોલીસકર્મીએ ફરિયાદ નોંધાવી અને તેના આધાર પર મંગળવાર રાત્રે લગભગ ૧૧ઃ૩૦ વાગ્યે એફઆઇઆ નોંધવામાં આવી. તેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે વીડિયોને સાંપ્રદાયિક અશાંતિ ભડકાવવાના ઈરાદાથી શૅર કરવામાં આવ્યો હતો. પોલીસે ક્લિપ શૅર કરવાને લઈ ટ્વીટર ઇન્ક, ટ્વીટર કોમ્યુનિકેશન્સ ઇન્ડિયા, સમાચાર વેબસાઇટ ધ વાયર, પત્રકારો મોહમ્મદ જુબૈર અને રાણા અયૂબ, કાૅંગ્રેસના નેતાઓ સલમાન નિજામી, મશ્કૂર ઉસ્માની, ડૉ. શમા મોહમ્મદ અને લેખિકા શબા શકવીની વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
મૂળે, ઉત્તર પ્રદેશના ગાજિયાબાદ પોલીસે લોની વિસ્તારમાં અબ્દુલ સમદ નામના એક વૃદ્ધની સાથે મારઝૂડ અને અભદ્રતા કરવાનો વીડિયો વાયરલ થયા બાદ હ્લૈંઇ નોંધી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં જાેવા મળી રહ્યું છે
એક વૃદ્ધ મુસ્લિમ સાથે મારઝૂડ કરવામાં આવી અને તેમની દાઢી કાપવામાં આવી. પોલીસ મુજબ, પીડિત વૃદ્ધે આરોપીને કેટલાક માદળીયા આપ્યા હતા, જેનો કોઈ ફાયદો ન થતાં નારાજ આરોપીએ મારઝૂડ કરી. પોલીસે એવું પણ જણાવ્યું કે પીડિતે પોતાની હ્લૈંઇમાં જય શ્રી રામના નારા લગાવ્યા અને દાઢી કાપવાની વાત નોંધાવી નથી. જાેકે, ટ્વીટરે આ વીડિયોને મેન્યૂપ્યુલેટેડ મીડિયાનો ટેગ આપ્યો નહીં.