ઘરે મા મૃત બાળકને ઉઠાડતી રહી, ચાલવા લાગ્યો શ્વાસ
બાળકના અંતિમ સંસ્કાર મામાના ઘરે નહીં વતનમાં કરવાની દાદીની એક જીદથી બાળકને ફરી જિંદગી મળી
બહાદુરગ: હરિયાણામાં બહાદુરગઢ કિલ્લા મહોલ્લાના નિવાસી વિજય શર્માના પૌત્ર કુણાલ શર્માને ૨૬મેના રોજ દિલ્હીની એક હોસ્પિટલમાં ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો. આટલું જ નહીં, બાળક મરી ગયું હોવાનું કહીને, તેને પેક કરીને પરિવારના સભ્યોને સોંપી દેવામાં આવ્યો, પરંતુ એક ચમત્કાર થયો. ઘરે ગયા પછી, તે બાળક ફરીથી જીવતો થઈ ગયો.
હવે બાળક રોહતકની ખાનગી હોસ્પિટલથી તેના ઘરે પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે માતપિતા ચારે બાજુથી નિરાશ થઈ બાળકને લઈ બહાદુરગઢ પોતાના ઘરે પહોંચ્યા હતા, ત્યારે માતા જાન્હવી અને બાળકની તાઈ અન્નુએ તેને ફરીવાર રડતાં-રડતા હલાવી ઉઠાડવાનો પ્રયત્ન કર્યો અને પ્રેમથી તેને બોલાવ્યો. મા વારંવાર તેને પ્રેમથી ઉઠાડતી રહી. થોડા જ સમયમાં બાળકનો શ્વાસ ફરી ચાલવા લાગ્યો. બાળકના પિતા કુણાલને લઈ પોતાના સાળાના ઘરે પહોંચ્યા અને ત્યાં જ તેના અંતિમ સંસ્કાર કરવાની તૈયારી ચાલી રહી હતી, પરંતુ દાદીએ જીદ કરતા કહ્યું કે, તેમણે તેના પૌત્રનો અંતિમ ચહેરો જાેવો છે
તેને વતનમાં ઘરે લાવવામાં આવે. તો કુણાલના પિતા બાળકની ડેડબોડીને ઘરે લાવ્યા. જાે દાદી કૃણાલનો ચહેરો જાેવાની જીદ ન કરી હોત, તો કૃણાલનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હોત. થોડા સમય પછી કુણાલના શરીરમાં થોડી હિલચાલ જાેવા મળી, તો પરિવારને આશા મળી. આ પછી પિતા હિતેશે ચાદરનાં પેકિંગમાંથી બાળકનો ચહેરો બહાર કાઢ્યો અને મોથી પોતાના લાડલાને શ્વાસ આપવાનું શરૂ કર્યું. થોડા સમય પછી, જ્યારે કૃણાલના શરીરમાં થોડી હિલચાલ જાેવા મળી, તો એક પાડોશી સુનિલે બાળકની છાતી દબાવવાની શરૂ કરી. આ પછી, હિલચાલ વધતા પરિવાર બાળકને ૨૬ મેની રાત્રે રોહતકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા,
જ્યાં ડોકટરોએ તેની બચવાની માત્ર ૧૫ ટકા સંભાવના જણાવી, પરંતુ તે ધીમે ધીમે તે સ્વસ્થ થઈ ગયો અને મંગળવારે તેના ઘરે પહોંચી ગયો. બાળકના દાદા વિજય શર્માએ જણાવ્યું હતું કે, પૌત્રના અવસાન પર તેણે રાત્રે મીઠું અને બરફની કોથળી ગોઠવવાની વ્યવસ્થા કરી હતી. સ્થાનિક લોકોને સવારે સ્મશાન પહોંચવા કહેવામાં આવ્યું પરંતુ એક ચમત્કાર થયો. માતાએ કહ્યું કે ભગવાન તેના પુત્રમાં ફરીથી શ્વાસ લે છે. હવે કુણાલ સ્વસ્થ છે. રોહતક હોસ્પિટલથી નાનાના ઘરે છે. તેની સાથે તેની માતા પણ છે. તે બાળકો સાથે રમી રહ્યો છે અને નૃત્ય કરી રહ્યો છે.