Western Times News

Gujarati News

સુશાંતનો લક્ઝુરિયસ ફ્લેટ મહિનાઓથી ખાલી પડ્યો છે

File

અભિનેતા સુશાંત સિંહની આત્મહત્યાની ઘટના બાદ લોકો પણ તેને ખરીદવા કે ભાડેથી રહેવા માટે તૈયાર નથી

મુંબઈ: ફિલ્મો અને ટીવીના ફેવરિટ એક્ટર સુશાંતસિંહ રાજપૂતના નિધનને એક વર્ષ થઈ ગયું છે. ૧૪ જૂનના રોજ સુશાંતસિંહની પહેલી ડેથ એનિવર્સરી હતી. અનેક હસ્તીઓથી લઈને તેમના ફેન્સની આંખમાં આસું જાેવા મળ્યા હતા. પરંતુ વચ્ચે એક એવી વાત સામે આવી છે કે, સુશાંતસિંહના મોત બાદથી તેમનું મુંબઈનું ઘર એકદમ ખાલી પડ્યું છે. સુશાંતસિંહે પોતાનું આ ઘર બહુ જ ખાસ અંદાજમાં સજાવ્યું હતું. પરંતુ તેમના ગયા બાદ આ ઘર વિરાન જેવી હાલતમા પડ્યું છે.

હજી સુધી આ મકાનમાં કોઈ રહેવા આવ્યું નથી. સુશાંતસિંહ એક સીવ્યૂ ફ્લેટમાં રહેતા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, સુશાંતસિંહના આ ખાલી પડેલા મકાનમાં તમે પણ ભાડુઆત બનીને જઈ શકો છો. દિવંગત અભિનેતાના લગ્ઝુરિયસ એપાર્ટમેન્ટને હવે કોઈ પણ ભાડેથી લઈ શકે છે. સુશાંતનું આ મકાન મુંબઈના બાન્દ્રા એરિયામાં આવેલું છે. આ ઘર માટે સુશાંત દર મહિને ૪.૫ લાખનું ભાડુ ચૂકવતા હતા. પરંતુ હાલ આ ઘર રેન્ટ માટે અવેલેબલ છે, અને તેનું ભાડું ૪ લાખ કરી દેવાયું છે.

એક સેલિબ્રિટી બ્રોકરે સુશાંતના ઘર વિશે વાત કરતા જણાવ્યું કે, એપાર્ટમેન્ટને લીઝ પર રાખવામાં આવ્યું છે. હાલ તેના માટે ભાડુઆત શોધી રહ્યાં છે. લોકડાઉનને કારણે આ ઘરને ભાડુઆત શોધવામાં તકલીફ પડી રહી છે. તેમજ સુશાંતના આત્મહત્યાની ઘટના બાદ લોકો પણ તેને ખરીદવા કે ભાડેથી રહેવા માટે તૈયાર નથી. ઉલ્લેખનીય છે કે, સુશાંતે આ મકાનને ડિસેમ્બર ૨૦૧૯ માં ભાડેથી લીધું હતું. એક્ટરે ૩૬ મહિનાના કરાર પર તેને ભાડેથી લીધું હતું. પરંતુ ગત વર્ષે જુન મહિનામાં તેમણે આ ઘરમાં આત્મહત્યા કરી હતી.

આ જ ઘરમાં પોતાના રૂમમાં ફાંસી લગાવીને તેમણે આત્મહત્યા કરી હતી. સુશાંતસિંહને વાંચવાનો બહુ જ શોખ હતો, તેથી તેમણે ઘરમાં અનેક પુસ્તકો મૂક્યા છે. ફ્રી સમયમાં તેઓ પુસ્તકો વાંચવાનું પસંદ કરતા હતા, જે આજે પણ તેમના ઘરમાં રખાઈ છે. સુશાંતસિંહને પોતાના આ ફ્લેટથી બહુ જ પ્રેમ હતો, તેથી તેમણે ખાસ કલેક્શન સાથે આ ઘરને સજાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.