Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગવું જાેઇએ : કૈલાશ વિજયવર્ગીય

ઇન્દોર: ભાજપના મહામંત્રી કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે વર્તમાન હિંસાની ઘટનાઓને જાેતા બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવા જેવી સ્થિતિ છે. વિજયવર્ગીયે કહ્યું કે બંગાળમાં વર્તમાનમાં જે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે હું એ કહી શકુ છું કે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગવું જાેઇએ

તેમણે કહ્યું કે જે સરકાર ૨૧૩ બેઠકો લઇ દોઢ મહીના પહેલા જનમત જીતી હોય ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવું પ્રથમ નજરે હજુ યોગ્ય લાગતુ નથી પરંતુ સ્થિતિ એવી જ છે કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે વિધાનસભાની ચુંટણી પરિણામ આવ્યા બાદથી બંગાળમાં આજ સુધી ભાજપના ૪૫ કાર્યકર્તાની હત્યા થઇ ચુકી છે.કાર્યકરોની પિટાઇ કરવામાં આવી રહી છે ત્યાં હિંસાની રાજનીતિ ખુબ છે. તેમણે કહ્યું કે સેંકડો મહિલાઓની સાથે બળાત્કારની ધટના બની છે અને પોલીસ રિપોર્ટ લખતી નથી હું સમજુ છું કે આ તો રાષ્ટ્‌પતિ શાસન લગાવવા જેવી સ્થિતિ છે.

દરમિયાન મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું છે કે રાજયમાં કયાંય પણ રાજનીતિક હિંસા થઇ નથી તેમણે હિંસાના આરોપોને ભાજપની ચાલ બતાવી છે તેમણે કહ્યું કે એક બે હિંસાની ઘટના હોઇ શકે છે પરંતુ તેને રાજનીતિક હિંસાના રૂપમાં રજુ કરવામાં આવી રહી છે.

મમતા બેનર્જીએ ટિ્‌વટર વિવાદને લઇને પણ કેન્દ્ર પર પ્રહાર કર્યો છે.તેમણે દાવો કર્યો છે કે કેન્દ્ર માઇક્રોબ્લોગિંગ સાઇટને પ્રભાવિત કરવામાં નિષ્ફળ રહ્યાં બાદ હવે તેને પ્રભાવહીન કરવાનો પ્રયાસ કરી રહી છે.તેમણે તેની સરખામણી પોતાની સરકારથી કરતા કહ્યું કે તેમની સરકારની સાથે પણ કેન્દ્ર આવો જ વ્યવહાર કરે છે.કેન્દ્ર દરેક વ્યક્તિની સાથે આમ જ કરે છે જેને પોતાના પક્ષમાં લાવી ન શકે તેને પરેશાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.