જયાં સુધી રાહુલ છે ત્યાં સુધી કોંગ્રેસ આગળ વધશે નહીં : ધારાસભ્ય
ગોવાહાટી,: આસામથી ચાર વારથી ધારાસભ્ય રૂપજયોતિ કુર્મીએ રાજીનામુ આપી કોંગ્રેસને મોટા આંચકો આપ્યો છે. રૂપજયોતિ કુર્મીના ભાજપમાં સામેલ થવાની અટકળો લાગી રહી છે એ યાદ રહે કે કેટલાક દિવસો પહેલા જ પૂર્વ કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદે કોંગ્રેસનો હાથ છોડી દીધો હતો અને નવીન જિંદલે પણ પાર્ટી છોડવાના અહેવાલો ચર્ચામાં આવેલ છે.
કોંગ્રેસ પાર્ટી છોડવાનું કારણ બતાવતા રૂપજયોતિ કુર્મીએ કહ્યું કે હું કોંગ્રેસ છોડી રહ્યો છું દિલ્હી અને ગોવાહાટીમાં હાઇકમાન્ડના નેતા વૃધ્ધ નેતાઓને જ પ્રાથમિકતા આપે છે અમે તેમને કહ્યું કે કોંગ્રેસની પાસે આ વખતે સત્તામાં આવવાની સારી તક છે અમે એઆઇયુડીએફની સાથે ગઠંબંધન કરવું જાેઇએ નહીં કારણ કે આ એક ભુલ હશે હવે જાેઇલો પરિણામ બધાની સામે છે.
રાહુલ ગાંધીને નબળા નેતા બતાવતા તેમણે કહ્યું કે કોંગ્રેસ પોતાના યુવા નેતાઓનું પણ સાંભળી રહી નથી આથી તમામ રાજયોમાં તેની સ્થિતિ ખરાબ થઇ રહી છે હું વિધાનસભા અધ્યક્ષને મળીશ અને મારૂ રાજીનામુ આપી દઇશ. જયાં સુધી રાહુલ ગાંધીનો સવાલ છે તો તે પાર્ટીનું નેતૃત્વ કરવામાં અસમર્થ છે જાે તેઓ ટોચ પર રહેશે તો પાર્ટી આગળ વધી શકશે નહીં