મહારાષ્ટ્રના મુલુંદમાં વરસાદથી દિવાલ પડતા એકનું મોત
મુંબઇ: થાણેમાં આજે સવારે એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. જાે કે આ દરમિયાન કોઈ જાનહાનીની ઘટના નથી બની. પરંતું મુલુંદની દિવાર પડવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું છે.
મહારાષ્ટ્રના થાણેમાં આજે એટલે કે શુક્રવારે સવારે ૫ .૨૦ વાગે એક ઈમારતનો ભાગ ધરાશાયી થયો હતો. થાણે નગર નિગમમાંથી મળતી માહિતી મુજબ આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ નહોંતી. ત્યારે ગત રાતે મુંબઈના મુલુંદ(પશ્ચિમ)માં એક દિવાલ ધરાશાયી થતાં એક વ્યક્તિના મોતના સમાચાર મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ચોમાસાનું આવવાને કારણે આ પ્રકારની ઘટનાઓ વધી જાય છે.
મળતી માહિતી અનુસાર ઘટના મુલુંદ પશ્ચિમના કલ્પદેવી પાડા વિસ્તારની છે. ફ્યૂચર્સ ફ્લેટની દિવાલ ગત રાતે લગભગ ૮ વાગે પડી હતી. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતુ. મૃતકની ઓળખ ૩૫ વર્ષીય દિલીપ વર્મા તરીકે કરાઈ છે.
હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં મૂસળધારથી વધારે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે હવા પણ ચાલશે જેને જાેતા હવામાન વિભાગે નાગરિકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.મુંબઈ, થાણે, વિરારમાં અવાર નવાર આવી ઘટનાઓ ઘટતી રહી છે. જેમાં અનેક લોકોના જીવ પણ ગયા છે.
તેમ છતાં તંત્ર કોઈ પગલા ભરતી નથી. તંત્ર હંમેશા ઉંઘતુ ઝડપાય છે. મુંબઈમાં અનેક ઈમારતોની એજ વધારે છે અને જાેખમી છે જેને લઈને તંત્રએ ગંભીર પગલા ભરવાની જરુર છે જાે એમ ન થાય તો મોટી જાનહાનીની ઘટનાઓ બનતી રહેશે.