Western Times News

Gujarati News

રાજ્યનાં ૧૨૧ તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગણદેવી તાલુકામાં ૬ ઇંચ વરસાદ નોંધાયો

Files Photo

ગાંધીનગર: ગુજરાતમાં આખરે ચોમાસાની સીઝનની શરૂઆત થઇ ગઇ છે. છેલ્લા ઘણા સમયથી પડી રહેલી ગરમીથી રાજ્યની જનતાને મોટી રાહત મળી છે. બફારો અને બપોરની ગરમીએ લોકોને ખૂબ પરેશાન કર્યા હતા. જાે કે હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

રાજ્યનાં ૧૨૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા ગણદેવવી તાલુકામાં સૌથી વધુ ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત વલસાડ તાલુકામાં સાડા પાંચ ઇંચ, પારડી તાલુકામાં ૫ ઇંચ, ઉમરગામ અને ગારિયાધાર તાલુકામાં ૪-૪ ઇંચ, ભાવનગર-વડગામ અને સુરત શહેરમાં ૩-૩ ઇંચ, ખેરગામ અને લાઠી તાલુકામાં ૨.૫-૨.૫ ઇંચ, ઉમરાળા-વાાપી તુલાકમાં ૨-૨ ઇંચ અને ઓલપાડ તાલુકામાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. કુલ ૨૫ તાલુકામાં ૧ થી ૨ ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે. જ્યારે ૯૦ તાલુકામાં ૧ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં હવે ધીમે ધીમે વરસાદી સીઝન શરૂ થઇ ગઇ છે. ત્યારે જાે અમદાવાદની વાત કરીએ તો અહી બાવળામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે.

અહી સામાન્ય વરસાદથી શહેરીજનોને હાલાકી પડી રહી છે. વળી રાજકોટની વાત કરીએ તો રાજકોટ ગ્રામ્યમાં મેઘાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. અહી જસદણમાં ૧.૫ ઇંચ વરસાદ પડ્યો છે. અહી લોધિકામાં ૧ ઇંચ, કોટડાસાંગાણીમાં સરેરાશ ૧ ઇંચ પડ્યો છે. વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
નવસારીનાં ગણદેવીમાં ૨૪ કલાકમાં ૬ ઇંચ વરસાદ નોંધાયો છે. નવસારીમાં ૩ ઇંચ વરસાદ, વલસાડમાં ૫.૬ ઇંચ વરસાદ, પારડીમાં ૫ ઇંચ વરસાદ અને વલસાડનાં ઉમરગામમાં ૪ ઇંચ વરસાદ નોંધાયો છે.દક્ષિણ ગુજરાતમાં મેઘાની દે ધનાધન શરૂ થઇ ગઇ છે. વડોદરાનાં પાદરામાં ૧.૫ ઇંચ વરસાદ, વડોદરા શહેરમાં સરેરાશ ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

વળી આણંદનાં તારાપુરમાં ૨૪ કલાકમાં ૨ ઇંચ વરસાદ પડ્યો છે. સોજીત્રામાં સરેરાશ ૧ ઇંચ વરસાદ પડયો છે. અહી વરસાદ બાદ ઠંડક પ્રસરી છે. જામનગરનાં કાલાવાડમાં ૨ ઇંચ વરસાદ નોંધાયો છે. અહી ૨૪ કલાકમાં ૨ ઇંચ વરસાદ ખાબકયો છે. સુરત શહેરમાં ૨૪ કલાકમાં ૩ ઇંચ વરસાદ પડ્યો છે. સુરતનાં ઓલપાડમાં ૨ ઇંચ વરસાદ, ચોર્યાસીમાં ૧.૫ ઇંચ વરસાદ નોંધાયો છે. અહી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અહી પણ તંત્રની પ્રિ-મોનસુન કામગીરીની પોલ ખુલી ગઇ છે.

અમરેલી લાઠીનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ધોધમાર વરસાદથી હરસુરપુર દેવળિયા નદીમાં પુર જેવી સ્થિતિ સજાર્ાઇ છે. અહી નદીમાં પુર આવતા ટુ-વ્હિલર તણાયુ હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. આ દરમ્યાન ટુ-વ્હીલર ચાલકનો આબાદ બચાવ થયો હતો. હળવદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચિત્રોડી ગામમાં ઘુટણ સમા પાણી ભરાયા છે. અહી વરસાદથી માલધારીનાં ૨૦ જેટલા ઘેટા તણાયા હોવાનુ સામે આવી રહ્યુ છે. જાે કે અહી લોકોએ સમજદારીનું ઉદાહરણ પૂરુ પાડતા એક માાનવ સાંકળ બનાવી હતી અને ઘેટાને બચાવી લીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.