દીકરાએ માતા- પિતા અને ૯ વર્ષના ભાઈની હત્યા કરી પોતે આપઘાત કર્યો
ધનબાદ: ઝારખંડના ધનબાદના ધનસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રૂવાંટા ઉભા કરી દે તેવી ઘટના બની હતી. ઓરડામાં એક જ પરિવારના ચાર લોકોની લાશ મળી આવતા આ વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ધનસાર પોલીસ સ્ટેશન વિસ્તારના ગાંધીનગરમાં સાવકા પુત્રએ તેના માતા-પિતા અને ભાઈની હત્યા કરી આત્મહત્યા કરી હતી.
જાે કે, માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ ઘટનાના રહસ્યને હલ કરવાનો પ્રયાસ કરી રહી છે. ૧૮ વર્ષિય પુત્ર રાહુલ કુમારને તેના સાવકા પિતા વિરેન્દ્ર કુમાર (૪૮ વર્ષના) સાથે મન મેળ ન હતો અને તેના કારણ સાવકા પિતા અને પુત્ર વચ્ચે વારંવાર વિવાદ થતો હતો. સાવકા પિતાને ઠંકાણે લગાવવાનું મન બનાવી લીધુ
દીકરાને તેના સાવકા પિતા પ્રત્યે નફરત એટલી હદે વધી ગઈ હતી કે તેણે પોતે પણ જીવન ખતમ કરી દીધુ, પરંતુ પિતા સાથે માતા અને ભાઈની પણ હત્યા કરી દીધી. તમને જણાવી દઈએ કે, સોમવારે સવારે, જ્યારે પાડોશીઓએ ઘરમાંથી લોહીનો પ્રવાહ નીકળતો જાેયો, ત્યારે તેમણે પહેલા સ્થાનિક પોલીસને જાણ કરી. ત્યારે, આ વાત વિસ્તારમાં આગની જેમ ફેલાઈ ગઈ હતી. જ્યારે પોલીસે ઘરમાં પ્રવેશ કરી ત્યારે ત્રણ મૃતદેહો જમીન પર અને એક પથારી પર મળી આવ્યો હતો. વીરેન્દ્ર (૪૮), મીના દેવી (૪૫) અને રોહિત કુમાર (૯)ની લાશ જમીન પર પડી હતી. જ્યારે પલંગ પર મોટા પુત્ર રાહુલ કુમારની ડેડબોડી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, રાહુલ કુમારે માતા-પિતા સાથે નાના ભાઇને પેટમાં છરીના ઘા માર્યા હશે. ત્યારે, રાહુલના ગળા પર દોરીનું નિશાન જાેવા મળ્યું છે. હાલમાં પ્રારંભિક તપાસમાં પોલીસ માની રહી છે કે, ત્રણેયની હત્યા કર્યા પછી રાહુલે આત્મહત્યા કરી હોવી જાેઇએ.આ સિવાય પોલીસે ફોરેન્સિક ટીમને તપાસ માટે બોલાવી છે, તો ચારેની લાશને કસ્ટડીમાં લઈ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી છે. પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી.
આ દરમિયાન જાણવા મળ્યું કે, મીના દેવીએ ૧૫ વર્ષ પહેલા વિરેન્દ્ર કુમાર સાથે તેના પહેલા પતિના મૃત્યુ બાદ લગ્ન કર્યા હતા, પરંતુ રાહુલ તેના પહેલા પતિનો પુત્ર હતો. આ કારણોસર, રાહુલ વિરેન્દ્રને પસંદ ન હતો અને ત્યાં દરરોજ પિતા અને પુત્ર વચ્ચે વિવાદ થતો હતો.
ધનબાદ એસએસપી અસીમ વિક્રાંત મિંજે જણાવ્યું હતું કે, પોલીસને શંકા છે કે, સાવકા પુત્ર રાહુલ કુમારે તેના પિતા, માતા અને સાવકા ભાઈની તીક્ષ્?ણ હથિયારથી હત્યા કરી હતી. આ સાથે જ પોતે આત્મહત્યા કરી લીધી છે. સ્થળ પરથી બે ખંજર સાથે દૂધ મળી આવ્યું છે, જેમને જપ્ત કરી ફોરેન્સિક તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. આ સાથે જ પોલીસ આ મામલે અનેક એન્ગલથી તપાસ કરી રહી છે.