Western Times News

Gujarati News

દેશમાં ડેલ્ટા વેરિયન્ટના સાત કેસ સામે આવતા ચિંતા વધી

ભોપાલ: મધ્યપ્રદેશમાં કોવિડના ‘ડેલ્ટા વેરિયંટ’નો કેસ સામે આવ્યો છે. ભોપાલનાં ૬૪ વર્ષનાં મહિલાનો ગયા મહિને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, અને તેઓ હજુય સારવાર હેઠળ છે. દેશમાં અત્યારસુધી ‘ડેલ્ટા વેરિયંટ’ના સાત કેસ સામે આવ્યા છે. તેમના કોન્ટેક્ટમાં આવેલા ૨૦ લોકોના પણ ટેસ્ટ કરાયા છે. આ મહિલાનું સેમ્પલ ૨૫ દિવસ પહેલા લેવાયું હતું. તેમના સહિત ૧૬ સેમ્પલને આઈસીએમઆરને જિનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા હતા, જેમાં મહિલાને ડેલ્ટા-પ્લસ વેરિયંટનો ચેપ લાગ્યો હોવાનું માલૂમ પડ્યું હતું.

મહિલાના દીકરાને પણ તેમની સાથે કોરોના થયો હતો. જાેકે, તેઓ હાલ રિકવર થઈ ચૂક્યા છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી ધરાવતા. વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા મહિલા દર્દી હાલ પણ ઘરે જ આઈસોલેશનમાં રહીને સારવાર લઈ રહ્યા છે.

મધ્યપ્રદેશના મેડિકલ એજ્યુકેશન મંત્રી વિશ્વાસ સારંગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હજુય નિયંત્રણો હળવા નથી કરાયા. કેસ ભલે ઘટી રહ્યા હોય, પરંતુ ટેસ્ટિંગમાં ઘટાડો નથી કરાયો. સેમ્પલ્સને જિનોમ સિક્વન્સિંગ માટે નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલમાં પણ મોકલાઈ રહ્યા છે.

કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ના ધરાવતી મહિલાને કઈ રીતે ડેલ્ટાપ્લસ મ્યુટેશનનો ચેપ લાગ્યો તે શોધવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ વેરિયંટ માર્ચ ૨૦૨૧માં યુરોપમાં જાેવા મળ્યો હતો. એક્સપર્ટ્‌સનું માનીએ તો, આ વેરિયંટ મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલને પણ ભેદી શકે છે. સૂત્રોનું માનીએ તો આરોગ્ય ખાતાના અધિકારીઓના ધ્યાન એવું પણ આવ્યું છે કે મહિલા દર્દીના ઘરની આસપાસ ચામાચિડિયા રહે છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.