ખાંસી-છીંકથી કોરોનાને ફેલાતો અટકાવવા નવી ટેકનિક શોધાઈ
નવી દિલ્હી: કોરોના વાયરસ ફેલાવાનું સૌથી મોટું કારણ એરોસેલ અને ડ્રોપલેટ્સ છે. તેનો સામનો કરવા માટે અમેરિકી વૈજ્ઞાનિકોએ એક એવી તકનીક વિકસિત કરી છે જેના કારણે હવે ખાંસી અને છીંક વગેરેના કારણે નીકળતા ડ્રોપલેટ્સ નહીં ફેલાય. ડ્રોપલેટ્સ ફેલાતા અટકાવવા આ પદાર્થનો કાચ જેવી સપાટીઓ પર ઉપયોગ કરી શકાશે.
વૈજ્ઞાનિકોએ ઘરની દીવાલો પર લગાવવા માટે એક એવા ચીકણા પદાર્થને વિકસિત કર્યો છે જેના પર ખાંસી અને છીંક બાદ નીકળનારા ડ્રોપલેટ્સ ચોંટી જશે અને તેના સાથે કોરોના વાયરસ પણ ચોંટી જશે. તેનાથી કોરોના વાયરસના પ્રસારને કાબૂમાં લેવામાં મદદ મળશે.
તેને વિકસિત કરવા માટે વૈજ્ઞાનિકોએ હેર કન્ડિશનરમાં વપરાતી સામગ્રીનો ઉપયોગ કર્યો છે. આશા છે કે કોરોના અને અન્ય વાયુજનિત રોગો સામેની લડાઈમાં આ તકનીક વધુ એક હથિયાર તરીકે સામે આવે.
નોર્થવેસ્ટ યુનિવર્સિટીના એન્જિનિયરિંગ પ્રોફેસર જિયાક્સિંગ હુઆંગે આ વિષય પર એક લેખ લખ્યો હતો જેમાં કહેવામાં આવ્યું છે કે ડ્રોપલેટ્સ દરેક સમયે આંતરિક સપાટીઓ જાેડે અથડાય છે.
કોવિડ-૧૯ મુખ્યત્વે શ્વસન તરલ પદાર્થના માધ્યમથી ફેલાય છે જેમ કે મોઢામાંથી નીકળતા ડ્રોપલેટ્સ અને સૂક્ષ્મ એરોસેલ. જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ બોલે છે, છીંક ખાય છે અથવા તો શ્વાસ લે છે તો તેમાંથી નીકળતા ડ્રોપલેટ્સ દ્વારા કોરોના વાયરસ હવામાં ફેલાય છે અને અન્ય વ્યક્તિને સંક્રમિત કરે છે.
આ સંજાેગોમાં તેને અટકાવવાની એકમાત્ર પદ્ધતિ છે બારીઓ ખોલી દેવામાં આવે અને હાઈ ફિલ્ટરેશન ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે જે સૂક્ષ્મ કણોને પકડીને તેનો નાશ કરે છે.