Western Times News

Gujarati News

કોરોનાથી નિષ્ક્રિય ટીબી ફરીથી સક્રિય થવાનો ખતરો

Files Photo

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે કિડની, લીવર અને ફેફસા સહિતના અવયવોને નુકસાન થાય છે. હૃદયરોગ કે અન્ય બીમારી ધરાવતા વ્યક્તિ માટે આ વાયરસ ખૂબ જાેખમી હોય છે. આવી સ્થિતિમાં આ વાયરસની ભયંકરતા સામે લાવતો એક અભ્યાસ થયો છે. જેમાં જાણવા મળ્યું છે કે, કોરોના વાયરસના કારણે નિષ્ક્રિય ક્ષય રોગ એટલે કે ટીબી ફરી સક્રિય થઈ જાય છે. આ બાબત ભારત જેવા દેશો માટે ભયાનક છે. ભારતમાં ૪૦ ટકા વસ્તી નિષ્ક્રિય અથવા સુપ્ત ટીબી ધરાવે છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી(ગુવાહાટી) અને મેસેચ્યુસેટ્‌સ યુનિવર્સિટીના સંશોધકોની આગેવાની હેઠળના આ અધ્યયનમાં થયું હતું.

જેમાં ઉંદરોમાં ચોક્કસ કોરોના વાયરસના સ્ટ્રેઇનથી માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ(એમટીબી) સક્રિય થયો હતો. આ અભ્યાસના વિગતવાર પરિણામ ધ અમેરિકન જર્નલ ઓફ પેથોલોજીમાં આપવામાં આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, ચેપી રોગ સામે નવી રસીઓ માટે માર્ગ મોકળો થઈ શકે છે અને સંભવિત વૈશ્વિક ટીબી મહામારી ટાળી શકાય છે. આઈઆઈટી-ગુવાહાટીમાં કવિકૃષ્ણ લેબોરેટરીના સ્ટેમ સેલ અને ચેપી રોગો વિભાગ લીડ ઇવેસ્ટીગેટર બિકુલ દાસને જણાવ્યું હતું કે, કોરોના વાયરસના સ્ૐફ-૧ સંક્રમણ દરમિયાન સ્ટેમ સેલ-મધ્યસ્થી થયેલ એમટીબી નિષ્ક્રિયતાવાળા માઉસ મોડેલમાં ટીબી પુનઃસક્રિય થતો હોવાની ફલિત થાય છે.

જે સૂચવે છે કે લાંબા ગાળાની મહામારી પછી સાર્સ-કોવી -૨ વાયરસ નિષ્ક્રિય બેક્ટેરિયલ સંક્રમણને ફરી સક્રિય કરી શકે છે. હાલની કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં લેતા આ નોંધપાત્ર તારણો સમાન છે. અત્યારે નિષ્ક્રિય ટીબી ચેપવાળા નાગરિકો ધરાવતા ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં ઘણા લોકોમાં કોરોના પછી ટીબીના એક્ટિવ કેસોમાં વધારો જાેઇ શકે છે.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સંભવિત વૈશ્વિક ટીબી રોગચાળાને ટાળવા માટે નિષ્ક્રિય ટીબી ફરી સક્રિય થવા મામલે કોરોનાની અસર અંગેના અભ્યાસની તાત્કાલિક જરૂર છે.

અધ્યયન માટે ટીમે મેસોન્ચીમલ સ્ટેમ સેલ આધારિત એમટીબી માઉસ મોડેલ (ડીએમટીબી)ના ફેફસામાં કોરોના વાયરસના મ્યુરિન હિપેટાઇટિસ વાયરસ-૧ (એમએચવી -૧) સ્ટ્રેઇનના ચેપનો અભ્યાસ કર્યો હતો. જેમાં આ વાયરલ ચેપના ત્રીજા અઠવાડિયા સુધી ડીએમટીબી ફ્રી નિયંત્રણ ઉંદર કરતાં ૨૦ ગણો નીચા વાયરલ લોડ અને અલ્ટ્રૂઇસ્ટીક સ્ટેમ સેલ્સ (એએસસી)માં છ ગણો વધારો જાેવા મળ્યો હતો. ટીબી ડીએમટીબી ઉંદરમાં ફરીથી સક્રિય થયો હતો. જે સૂચવે છે કે, નિષ્ક્રિય ટીબી બેક્ટેરિયા ફેફસાંમાં પલ્મોનરી ટીબીનું કારણ બને છે. તે માટે ટીબીના બેક્ટેરિયા છજીઝ્રને હાઇજેક કરે છે. પરિણામો સૂચવે છે કે આ ક્ષણિક છે. તે બે અઠવાડિયા સુધી વ્યાપ વધારે છે અને પછી એપોપ્ટોસિસ અથવા સેલ્યુલર સ્યુસાઇડ કરે છે.

ઉપરાંત છજીઝ્ર સોલ્યુબલ ફેક્ટરને છુપાવીને  સામે એન્ટિવાયરલ એક્ટિવિટી દેખાડે કરે છે. દાસ કહે છે કે, સારી રસી કે સારી સારવાર વિકસાવવા માટે આ રોગ સામેના હોસ્ટ ડિફેન્સ મેકેનિઝમને સમજવું મહત્વપૂર્ણ છે. જેથી અમે બેક્ટેરિયા સમાન એડલ્ટ સેલ પણ બહારના ખતરા સામે પોતાની રક્ષા માટે અલ્ટ્રૂઇસ્ટીક ડિફેન્સ મેકેનિઝમ દેખાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.