Western Times News

Gujarati News

સલમાન ખાન પહેલી વખત બાયોપિકમાં નજર આવશે

મુંબઈ: સલમાન ખાન તેનાં ૩૨ વર્ષનાં કરિઅરમાં પહેલી વખત એવી ફિલ્મ કરવાં જઇ રહ્યો છે જે તેણે પહેલાં ક્યારેય કરી નથી. સલમાન ખાન તેનાં કરિઅરમાં પહેલી વખત બાયોપિક કરવાનો છે. બોલિવૂડનાં ભાઇજાનની ફિલ્મો અંગે ઘણી ચર્ચા રહેતી હોય છે. પણ તેની ગત કેટલીક ફિલ્મો બેક ટૂ બેક સફળ નહોતી રહી. જેનાંથી લોકોને ખુબ આશા હતી. તેથી તે તેની અપકમિંગ ફિલ્મોનાં લાઇન અપ અંગે ફરી વિચાર કરી રહ્યો છે.

કોમેડી, ડ્રામા, એક્શન, રોમેન્સ ફિલ્મો કર્યા બાદ હવે તે ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાની અપકમિંગ ફિલ્મમાં બ્લેક ટાઇગરનાં નામે પ્રખ્યાત છે. સલમાન ખાન ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિકનો રોલ કરવાની તૈયારીમાં છે. રાજકુમાર ગુપ્તાનો આ પ્રોજેક્ટ જાેકે, હજુ શરૂઆતનાં સ્ટેજમાં છે. પિંકવિલાની એક રિપોર્ટ મુજબ, આ એક એક્શન થ્રિલર છે. જે ભારતીય ઇતિહાસની એક અવિશ્વસનીય સત્ય કહાની પર આધારિત છે.

સાજિદ નડિયાદવાલાની સાથે સલમાન ખાનનું કામ પૂર્ણ થયા બાદ આ ફિલ્મ ફ્લોર પર લેવામાં આવશે. ફિલ્મ ભારતીય જાસૂસ રવીન્દ્ર કૌશિકનાં જીવન પર આધારિત છે. રવિન્દ્ર કૌશિકને ભારતમાં અત્યાર સુધીનાં સૌથી ઉત્તમ જાસૂસ માનવામાં આવે છે. તેમને બ્લેક ટાઇગરનાં નામથી ઓળખવામાં આવે છે. રાજકુમાર ગુપ્તા ગત ૫ વર્ષોથી તેમનાં જીવન પર રિસર્ચ કરી રહ્યાં છે. અને આખરે તેમને એક સ્ક્રિપ્ટ તૈયાર કરી લીધી છે.

જેને તેઓ પડદા પર લાવવાં ઇચ્છે છે. તેમણે કેટલાંક સમય પહેલાં આ સ્ક્રિપ્ટ સલમાનને સંભળાવી હતી. જે બાદ તુરંત જ સલમાન ખઆને આ ફિલ્મમાં કામ કરવાની રજામંદી ભરી દીધી છે. વર્ષ ૨૦૨૧માં જ્યારે કબીર ખાનનાં ડિરેક્શનમાં બનેલી ‘એક થા ટાઇગર’ રિલીઝ થઇ હતી. ત્યારે લોકોને લાગ્યું કે, આ ફિલ્મ રવિન્દ્ર કૌશિકની કાહની પર બનેલી છે. પણ તે એક ફિક્શન સ્પાય થ્રિલર ફિલ્મ હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો સલમાન ખાનની પાસે ટાઇગર ૩, કભી ઇદ કબી દિવાલી’ અને તમિલ ફિલ્મ માસ્ટરની રીમેક પર તે કામ કરવાનો છે. માસ્ટરની સ્ક્રિપ્ટિંગ પર હાલમાં કામ ચાલુ છે. આ સીવાય સલમાન ખાન બિગ બોસની અપકમિંગ સિઝન ૧૫ પણ હોસ્ટ કરતો નજર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.