કાદર ખાન સાથે અમિતાભે કેમ તોડી દીધો સંબંધ?
મુંબઈ: કુલી ફિલ્મના શૂટિંગ વખતે સદીના મહાનાયક અમિતાભ ખુબ જ ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા. એક ફાઈટ સીન શૂટ કરી રહ્યાં હતા ત્યારે એક્ટર પુનિત ઈસ્સારની ભૂલને કારણે અમિતાભનો જીવ જાેખમમાં મુકાઈ ગયા હતો. જાે એ સમયે કાદર ખાને મદદ ન કરી હોત કદાચ આજે સદીના મહાનાયક આપણી વચ્ચે ન હોત. ત્યારે આવા અજીજ દોસ્ત કાદર ખાન સાથે અમિતાભ બચ્ચને કેમ તોડી દીધો સંબંધ? અમિતાભને કાદર ખાન સાથે કઈ વાતે પડ્યું હતું વાંકુ?
કેમ બન્નેએ કોઈ દિવસ ત્યાર પછી એક સાથે કામ ન કર્યું? કાદર ખાન જીવતા હતા ત્યારે આખી જિંદગી તેમને કઈ વાતનું દુઃખ રહ્યું? આવા અનેક સવાલોના જવાબો જાણવા માટે તમારે આ આર્ટીકલ વાંચવો જ પડશે. વર્ષ ૨૦૧૮માં પીઢ અભિનેતા કાદર ખાનનું નિધન થયું. કાદર ખાનનું ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અતુલ્ય યોગદાન રહ્યુ છે. કાદર ખાને વર્ષ ૧૯૭૨થી ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. ન માત્ર તેઓ સારા અભિનેતા રહ્યા પરંતું તેમણે ૨૦૦થી વધુ ફિલ્મો માટે ડાયલોગ રહ્યા. હિન્દી ફિલ્મોના શહેનશાહ અમિતાભ બચ્ચન સાથે કાદર ખાનની મિત્રતા ખૂબ જૂની હતી.
પરંતું અમિતાભ બચ્ચનની એક વાત કાદર ખાનના મનમાં ખટકી જે બાદ તેમના વચ્ચેની મિત્રતા પહેલા જેવી ન રહી. કાદર ખાનના ઈન્ટરવ્યૂનો વીડિયો વાયરલ થયો હતો જેમાં તેમણે અમિતાભ બચ્ચન સાથેના સંબંધ પર વાત કરી હતી. દિવંગત અભિનેતા કાદર ખાને અમિતાભ બચ્ચન સાથે અદાલત, સુહાગ, મુકદ્દર કા સિકંદ્દર, નસીબ અને કુલી જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યુ હતું, કાદર ખાને અમિતાભ બચ્ચનની અમર અકબર એન્થની, સત્તે પે સત્તા અને શરાબી જેવી ફિલ્મો માટે ડાયલોગ લખ્યા હતા. કાદર ખાને એક ઈન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેમણે કહ્યુ હતું હું અમિતાભ બચ્ચનને અમિત કહીને બોલાવતો હતો. કાદર ખાન કોઈ સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રોડ્યુસર સાથે બેસ્યા હતા.
તે વ્યક્તિએ કાદર ખાનને કહ્યું તમે સર જી ને મળ્યા, મેં પૂછ્યું? કયા સર, ત્યારે અમિતાભ બચ્ચન સામેથી ચાલીને આવતા હતા તેમને કહ્યું હું આમની વાત કરું છું, તે સમયે અમિતાભ બચ્ચનને બધાએ ‘સર જી’ કહીને બોલાવ્યા. મેં વિચાર્યું કે કોઈ પોતાના જીગરજાન મિત્ર કે ભાઈને બીજા નામથી શું કામ બોલાવે? કાદર ખાનના મોંઢેથી ત્યારે ‘સર જી’ શબ્દ ન નીકળ્યો. ત્યારથી કાદર ખાન અમિતાભ બચ્ચનના તે ગૃપમાંથી નીકળી ગયા.