કેન્દ્રની લોકડાઉનની ત્રીજી લહેરથી બચવા થ્રી ટી પ્લસ વી ફોમ્ર્યુલા
નવીદિલ્હી: દેશભરમાં દિવસે દિવસે કોરોની ગતિ ધીમી પડી રહી છે પરંતુ આ દરમિયાન એમ્સ વડા સહિત અનેક નિષ્ણાંતો એમ કહી ચુકયા છે કે ભારતમાં કોરોનાની ત્રીજી ટાળી શકાય તેમ નથી ઓછા થતાં દૈનિક મામલા બાદ હવે અનેક રાજયોએ કોરોનાના પ્રતિબંધોમાં ઢીલ આપવાનું શરૂ કરી દીધુ છે પરંતુ કયાંય એક ઢીલ દેશ માટે મોંધી ન બની જાય તે પહેલા કેન્દ્રે રાજયોને બતાવી દીધું છે કે તે શું સતર્કતા દાખવે આ સંબંધમાં કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ તમામ રાજયોના સચિવોને પત્ર લખ્યો છે અને તેમને થ્રી ટી પ્લસ વી ફોમ્ર્યુલા અપનાવવા માટે કહ્યું છે.
પત્રમાં તમામ રાજયોને બતાવવામાં આવ્યું છે કે પ્રતિબંધોમાં છુટ આપતી વખતે તે ટેસ્ટ ટ્રેક ટ્રીટ અને વેકસીનેશન એટલે કે થ્રી ટી પ્લસ વી ફોમ્ર્યુલાનું ધ્યાન રાખે રાજયોને નિર્દેશ આપ્યો છે કે તે કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખે જેમ કે માસ્ક પહેરવું,હાથ સાફ કરવા સામાજિક અંતર અને બંધ જગ્યાઓમાં વેટિંલેશનની ઉપર પણ કામ કરે અનેક જગ્યાએ પ્રતિબંધોમાં ઢીલ મળતા જ શાક માર્કેટ વગેરેમાં ભીડ જાેવા મળી રહી છે અને કોરોના નિયમોનું ધ્યાન રાખવામાં આવતું નથી
કેન્દ્રે રાજયોને કહ્યું છે કે ભલે જ કોરોનાના મામલા ઘટી રહ્યાં છે પરંતુ તેના કારણે અનેક સ્થળોએથી તપાસ દરમાં ઘટાડો આવવો જાેઇએ નહીં.કારણ કે સ્થિતિ દરેક ક્ષણે બદલાઇ રહી છે આવામાં એકટિવ કેસોમાં જરા પણ વધારો કે પોજિટિવિટી દર વધવા જેવા શરૂઆતી સંકેતોને લઇ સતર્ક રહેવું જાેઇએ જાે કોઇ નાના વિસ્તારોમાં કેસોમાં વધારો જાેવામાં આવી રહ્યો છે તો આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તરફથી જારી દિશા નિર્દેશના આધાર પર પગલા ઉઠાવી તેને સ્થાનિક સ્તર પર જ સમિતિ કરવામાં આવે
આ ઉપરાંત કોરોનાની વિરૂધ્ધ હાલ રસીકરણ જ એકમાત્ર સૌથી મોટું હથિયાર છે આ સંક્રમણની ચેન તોડવામાં સૌથી મોટું મદદગાર છે આથી તમામ રાજયો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી એ પણ કહેવામાં આવ્યું છે કે તે રસીકરણ વધારે જેથી વધુમાં વધુ વસ્તીને તેજીથી રસી લગાવી શકાય આખરમાં રાજયોને કહેવામાં આવ્યું છે કે તે પ્રતિબંધોમાં ઢીલ જરૂર આપે પરંતુ શરતોની સાથે અને સ્થિતિ પર નજર રાખે જેથી કોરોના નિયમોની જરા પણ ઉપેક્ષા ન થઇ શકે