ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઈથી યોજાશે
ગાંધીનગ: ગુજરાતના ધોરણ ૧૦ અને ૧૨ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ૧૫ જુલાઈથી યોજવાનો ર્નિણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. પરીક્ષાાનો વિગતવાર કાર્યક્રમ ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ ૧૦માં ૩.૬૨ લાખ, ધોરણ ૧૨ સાયન્સમાં ૩૨ હજાર ૪૦૦ અને ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૭ હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા. સરકારે ધોરણ ૧૦માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતાં કરી હતી. પરંતુ ધોરણ ૧૨ની પરીક્ષા રદ કરવાના ર્નિણયમાં એવી કોઈ સ્પષ્ટતાં કરાઈ નથી કે, માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ ર્નિણય લેવાયો નથી. જે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન આધારે લેવાશે.
તાજેતરમાં ૨૫થી વધુ વિદ્યાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને બેનરો તથા સ્લોગનો સાથે ઓફલાઈન પરીક્ષાનો વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે લાખો રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. તો અમને પણ આપો. જાે રેગ્યુલર વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવાઈ શકે તો અમારા હિતમાં કેમ નહીં. શું અમને કોરોના નહીં થાય? અમને માસ પ્રમોશન આપો અથવા તો ઓનલાઈન પરીક્ષાનું આયોજન કરો.અમે પણ વિદ્યાર્થી જ છે.
હાલની પરિસ્થિતિમાં ઑફલાઈન પરીક્ષા ના યોજવી જાેઈએ. અમે પરીક્ષાનો વિરોધ નથી કરી રહ્યાં.આમરી ઓનલાઇન પરીક્ષા યોજાય તો અમે આપવા તૈયાર છીએ. સરકાર રેગ્યુલર વિદ્યાર્થીઓ માટે ર્નિણય કરે છે તો રિપીટર્સ માટે પણ ર્નિણય લેવો જાેઈએ.
ગુજરાત માધ્યમિક અ્ને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ સાથે સંકળાયેલી શાળાઓમાં અભ્યાસ કરતા ધો. ૧૦ના આશરે ૮.૬૦ લાખ વિદ્યાર્થીઓને કોરોનાની મહામારીને કારણે માસ પ્રમોશન આપવાનો મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીમાં ર્નિણય લેવાયો છે. અચરજ પમાડે તેવી બાબત એ છે કે, જે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે તે વિદ્યાર્થી સતત સર્વગ્રાહી મૂલ્યાંકન યોજના હેઠળ ધો.૧થી૧૦માં અભ્યાસ કર્યો હોવાથી તેની શાળા કક્ષાએ યુનિટ ટેસ્ટ પ્રકારની પરીક્ષા લેવામાં આવે છે,વાર્ષિક પરીક્ષા નહીં. રાજ્ય સરકારે એવી પણ સ્પષ્ટતા કરી છે
ધો. ૧૦માં આશરે ૩.૫૦ લાખ વિદ્યાર્થી રિપીટર છે. તે વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળશે નહીં. જ્યારે પણ કોરોનાની સ્થિતિ હળવી થાય ત્યારે તેમના માટે ખાસ ધો. ૧૦ની પરીક્ષા લેવાશે. આમ, રાજ્યમાં ધો.૧૦માં કુલ ૧૧.૬૫ લાખ વિદ્યાર્થી છે.અગાઉ વાલી મંડળે જણાવ્યું હતું કે, મહામારીના સમયમાં ધોરણ-૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો વિચાર આવકારદાયક છે. પણ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા ની તારીખ જાહેર કરતા ચર્ચાનો વિષય બન્યો છે.
રિપીટર વિદ્યાર્થીઓ પણ સામાન્ય બાળક છે. રેગ્યુલર વિદ્યાર્થીઓ જેવા કુમળા છે. કોરોનાને લઈ ઉભી થયેલી શૈક્ષણિક તકલીફોનો ભોગ બન્યા છે. પછી એ ઓન લાઈન હોય કે ઓફ લાઈન પણ બધા જ વિદ્યાર્થીઓએ તેને ફેસ કર્યું છે. આવા સમયમાં મારી માગ પણ રહી છે કે, બધા જ બાળકોને માસ પ્રમોશન આપવામાં આવે. જાેકે સરકારે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓને જ માસ પ્રમોશન આપ્યા છે