હોટલમાંથી કૂટણખાનુ ઝડપાયા બાદ માલિક-પત્રકારની ધરપકડ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/Brothel.jpg)
પ્રતિકાત્મક
રાજકોટ: રાજકોટ શહેરના મહિલા પોલીસ અને સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હોટલ પાર્ક ઈન ખાતે દરોડો પાડી સેક્સ રેકેટ ચલાવતી મહિલા સહિત હોટલના મેનેજર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જ્યારે કે ભોગ બનનાર બંગાળી મહિલાને તેમજ એક સગીરાને પોલીસ દ્વારા મુક્ત કરાવવામાં આવી છે. આ મામલે પોલીસે હોટલના માલિક અને એક લોકલ ચોપાનીયાના પત્રકારની ધરપકડ કરી છે. મુંબઈના કલ્કિ નામના એનજીઓ ને બાતમી મળી હતી કે, શહેરના સદર બજાર વિસ્તારમાં આવેલા હોટલ પાર્ક ઈનમાં મેરઠની એક સગીરા સંતોષ નામના વ્યક્તિ સાથે છેલ્લા બે મહિનાથી રહે છે. જે બાતમીના આધારે રાજકોટ શહેરના સમાજ સુરક્ષા વિભાગ અને મહિલા પોલીસની ટીમ દ્વારા સગીરાનું રેસ્ક્યું કરવામાં આવ્યું હતું.
ત્યાર બાદ સગીરા ને હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપવામાં આવી હતી. તેમજ તેનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત પોલીસે પ્રભુદાસ ઉર્ફે દાસ ભાઈ ચંદુભાઇ કક્કડ, જયશ્રીબેન મનવીર ભાઇ મનુભાઇ ચાવડા તેમજ હોટલના મેનેજર મેહુલભાઈ બેચરભાઈ તોરલીયા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫ મુજબ ગુનો દાખલ કરી તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા હતા.
તેમજ વધુ તપાસ દરમિયાન હોટલ માલિક હિમાંશુ ભાઈ કૃષ્ણકાંત ભાઇ મહેતા ની સંડોવણી પણ ખુલતા તેમની વિરૂદ્ધ પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. તો સાથેજ હોટલ ના રૂમ નંબર ૨૦૪માં તપાસ દરમિયાન દારૂની બોટલ મળી આવતા હોટલ મેનેજર વિરૂદ્ધ પણ પ્રોહિબિશન નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
મનુભાઇ ચાવડા તેમજ હોટલના મેનેજર મેહુલભાઈ બેચરભાઈ તોરલીયા વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ ૧૯૫૬ ની કલમ ૩,૪,૫ મુજબ ગુનો દાખલ કરી તેમની વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. જે અંતર્ગત તેની વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા. તેમજ તેની પૂછપરછ દરમિયાન દારૂની બોટલ લોક મિજાજ વર્તમાન પત્રના પત્રકાર વિપુલ ભાઈ વસંત ભાઇ રાઠોડની હોવાનું ખુલતા તેમની વિરૂદ્ધ પણ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
હોટલના મેનેજર મેહુલે પોલીસ પૂછપરછ માં જણાવ્યું હતું કે, રૂમ નંબર ૨૦૪ તેમને પત્રકાર વિપુલ ભાઈ રાઠોડને આપ્યો હતો. તેમજ તેઓ જ દારૂની બોટલ હોટલમાં લઈ આવ્યાં હતા. તો બીજી તરફ પોલીસે મુક્ત કરાવેલ સગીરાને સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપી છે. તેમજ તેનું કાઉન્સિલિંગ પણ હાલ ચાલી રહ્યું છે. ત્યારે કાઉન્સેલિંગ દરમિયાન જ સગીરા કઈ રીતે રાજકોટ આવી પહોંચી હતી. તેમજ સંતોષ નામના શખ્સ સાથે તેના કયા પ્રકારના સંબંધ હતા.
રાજકોટ શહેરમાં તેનો ઉપયોગ દેહ વ્યાપારના ધંધા અર્થે કરવામાં આવ્યું હતું કે કેમ તે તમામ બાબતો સગીરા જણાવશે ત્યારબાદ જ જાણી શકાશે. તો બીજી તરફ પોલીસે સંતોષની શોધખોળ પણ શરૂ કરી છે. જે પ્રમાણે હોટલમાંથી છેલ્લા બે મહિનાથી રહેતી સગીરા ઝડપાઈ છે તેમજ કુટણખાનું ઝડપાયું છે. તેનાથી એક વાત તો સ્પષ્ટ થઈ છે કે હોટલ પાર્ક ઈન હોટલ નહિ પરંતુ કુટણખાના સ્પેશિયલ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે.