ગુજરાતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૨૨૮ નવા કેસ
ગાંધીનગર: રાજ્યમાં કોરોનાનું સંક્રમણ હવે લગભગ નહીવત્ત જેવું થઇ ચુક્યું છે. કોરોનાથી સાજા થઇ રહેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા ૨૨૮ કેસ નોંધાયા હતા. ૮૭૪ દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. આ સાથે રાજ્યનો રિકવરી રેટ પણ ૯૭.૯૮ ટકાએ પહોંચ્યો છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮,૦૫,૫૪૨ લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. બીજી તરફ રસીકરણ પણ જાેરશોરથી ચાલી રહ્યું છે. આજે રાજ્યમાં ૩,૨૪,૬૧૫ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.
જાે એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ ૬૫૭૯ કેસ એક્ટિવ છે. જે પૈકી ૧૭૩ લોકો વેન્ટિલેટર પર છે. ૬૪૦૬ દર્દી સ્ટેબલ છે. ૮૦૫૫૪૨ લોકો સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. ૧૦૦૨૮ લોકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે ૫ લોકોનાં મોત નિપજ્યાં છે.
રસીકરણની વાત કરીએ તો ૩૧૯૨ હેલ્થ વર્કર્સને પ્રથમ ડોઝ અને ૪૬૭૦ વર્કર્સને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. ૪૫ વર્ષથી વધારે ઉંમરના ૫૮૩૦૬ લોકોને પ્રથમ ડોઝ અને ૩૮૭૩૦ લોકોને બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ ઉપરાંત ૧૮-૪૫ વર્ષના ૨,૧૮,૨૦૭ લોકોને પ્રથમ અને ૧૫૧૦ લોકોને રસીનો બીજાે ડોઝ અપાઇ ચુક્યો છે. આ પ્રકારે રાજ્યમાં કુલ ૨,૧૫,૪૭,૩૦૫ લોકોને કોરોનાથી અભયદાન મળી ચુક્યું છે. જે પૈકી આજે ૩,૨૪,૬૧૫ લોકોને આજના દિવસમાં અભયદાન અપાયું છે.