સુરતમાં ૩ માળનું જર્જરિત મકાન ધરાશાયીઃ બાળકને બચાવાયો
૧૩ વર્ષના બાળકને કાટમાળ નીચેથી બચાવાયો-મકાન તૂટી પડવાની ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ, પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો
એક સાચા જનસેવક તરીકે નું ઉદાહરણ પૂરું પાડ્યું
આજે સુરત માં ગોલવાડ વિસ્તારમાં ખાતે ચાર માળની ઈમારતનો પાછળનો ભાગ ધરી પડતાં ,મહિલા રહીશે પોતાની જીવનમૂડી કિંમતી વસ્તુઓ લેવાઉપર જવાની જીદ કરતા હતા, મહિલા જવા માટે મંજૂરી આપી પણ મહીલા સાથે…. (1/2) pic.twitter.com/ZztlLMGiSX— BJP Surat Mahanagar (@BJP4SuratCity) June 20, 2021
સુરત, સુરત શહેરના ગોલવાડ વિસ્તારમાં ૩ માળનું જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગે ત્યાં પહોંચી કાટમાળ નીચે કોઈ ફસાયું નથી તેની તપાસ હાથધરી હતી. જેમાંથી ૧૩ વર્ષીય બાળકને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. દરમિયાન મેયર પર ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
સુરતના ગોલવાડ વિસ્તારમાં ૩ માળનું એક મકાન આજે અચાનક તૂટી પડયું હતું. મકાનનો એક તરફનો ભાગ બેસી ગયો હતો. મકાન તૂટી પડવાની ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર વિભાગે ત્યાં કાટમાળમાં દબાયેલા એક બાળકને બહાર નીકાળ્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે આ બાળકને ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ છે. -મકાન તૂટી પડવાની ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગ, પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો