Western Times News

Gujarati News

દિગ્વિજયસિંહ કમલનાથની નવી ટીમમાં પુત્રને કાર્યકારી અધ્યક્ષ બનાવવાની વેતરણમાં

ભોપાલ: પ્રદેશમાં ૧૮ મહીનાની સત્તા સુખ બાદ અપદસ્થ થયેલ કોંગ્રેસ એકવાર ફરી ચુંટણીમાં જવાની તૈયારીમાં લાગી ગઇ છે. ૨૦૨૩ની વિધાનસભા ચુંટણી માટે સંગઠન સ્તર પર તૈયારીઓની શરૂઆત સાથે જ વરિષ્ઠ નેતાઓની વચ્ચે પરિવારવાદની ધુષણખોરી શરૂ થઇ ગઇ છે.પ્રદેશ અધ્યક્ષ કમલનાથ આ મહીને કાર્યકારીણીની જાહેરાત કરી શકે છે પરંતુ પાર્ટી ક્ષત્રપોની મહત્વાકાંક્ષા તેમાં અવરોધાઇ રહી હોવાનું કહેવાય છે રાજયસભાના સભ્ય દિગ્વિજયસિંહ તેવી વેતરણમાં છે કે તેમના પુત્ર જયવર્ધનને કાર્યકારી પ્રદેશ અધ્યક્ષની ખુરશી મળે જયારે નાથ આ પદને જ સમાપ્ત કરવાની તૈયારી કરી રહ્યાં છે.

કમલનાથની નવી ટીમ લગભગ ૬૦ પદાધિકારીઓની હશે જેમાંથી અડધા પદોની જવાબદારી યુવા ચહેરાઓને આપવાનો પ્રયાસ છે નાથ પ્રદેશ કાર્યકારી અધ્યક્ષનું પદ એટલા માટે સમાપ્ત કરવા ઇચ્છે છે કે ત્રણમાંથી બે કાર્યકારી અધ્યક્ષોનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે .સુરેન્દ્ર ચૌધરી અને રામનિવાસ રાવત કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ રહેતા ચુંટણી હારી ગયા હતાં જયારે જીતુ પટવારી ચુંટણી તો જીત્યા પરંતુ કમલનાથની સાથે સંગઠનમાં તેમની સહભાગિતા ઓછી જ રહી

બીજુબાજુ દિગ્વિજયસિંહ ઇચ્છે છે કે યુવા ચહેરા તરીકે જયવર્ધનને તક આપવામાં આવે જેમાં ભવિષ્યમાં તે પ્રદેશ અધ્યક્ષની દાવેદારી કરી શકે જયવર્ધનને કમલનાથ સરકારમાં કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા હતાં જાે કે કમલનાથ પોતાના પુત્ર નકુલ નાથને છિંદવાડાથી સાંસદ બનાવી ચુકયા છે આથી તે જયવર્ધનને લઇને ઇન્કાર કરવાની સ્થિતિમાં નથી

આમ પણ કોંગ્રેસે સત્તા ગુમાવ્યા બાદ કમલનાથ અને દિગ્વિજયસિંહમાં તેવી જુલબંધી જાેવા મળી રહી નથી જેવી ૨૦૧૮ની ચુંટણી પહેલા અને સરકાર દરમિયાન જાેવા મળી હતી જાે કે દિગ્ગજ નેતાઓના પુત્ર મોહને કારણે જમીની સ્તરના કાર્યકર્તા નિરાશ છે જે કમલનાથની નવી ટીમ માટે મોટો પડકાર છે.

સંગઠનની નવી ટીમમાં કમલનાથ તે તમામ ચહેરાઓને પ્રાથમિકતા આપશે જે પાર્ટીને સંભાળી શકે છે પાર્ટીમાં વરિષ્ઠોનો અનુભવ અને યુવાનોનો જાેશ ભરવામાં આવશે જયાં સુધી જયવર્ધનસિંહની વાત છે તો તે પ્રદેશમાં ઉભરતા યુવા નેતા છે અને યુવકોમાં આકર્ષણનંું કેન્દ્ર પણ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.