સિદ્ધુને ઉચ્ચ હોદ્દો મેળવતા રોકવા માટે પ્રયત્નો શરૂ કરાયા
ચંડીગઢ: પંજાબમાં કોંગ્રેસના જૂના જાેગી અને જેનનેકસ્ટ દ્વારા ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજાેતસિંહ સિદ્ધુને ઉચ્ચ હોદ્દો મેળવતા રોકવા હાથ મિલાવવામાં આવ્યા હોવાના અહેવાલો છે. પાર્ટી રાજ્યમાં સ્થિરતા લાવવા કેટલાંક પગલાં લેવા વિચારી રહી છે. રાજ્યસભાના સાંસદ અને જૂના જાેગી પ્રતાપસિંહ બાજવાએ તેમના કટ્ટર હરીફ સીએમ કેપ્ટન અમરિન્દરસિંહ માટે મિલનસાર શબ્દો ઉચ્ચાર્યા હતા અને પાર્ટીમાં કર્નલ ટુ જનરલનું સ્થાન મેળવવા સિદ્ધુએ વધુ મહેનત કરવી જાેઈએ તેમ કહ્યું હતું. બાજવાએ સિદ્ધુના બળવાને કારણે મોટો હોદ્દો મેળવવાનો વિરોધ કરી રહેલા યુવાન નેતાઓના વિચારને વાચા આપી હતી.
શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાયકે શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો હતો જેમાં ભાજપ સાથે ફરી ગઠબંધન કરવા અપીલ કરી હતી. તેમણે લખ્યું હતું કે કેન્દ્રીય તપાસ સંસ્થા દ્વારા અમને પરેશાન કરવામાં આવે છે. ગયા વર્ષે ઈડ્ઢ દ્વારા તેમની કેટલીક મિલકતો અંગે તપાસ કરવા દરોડા પાડવામાં આવ્યા હતા.
અનિલ પરબ તેમજ રવીન્દ્ર વાઈકરનાં પરિવારને પણ પરેશાન કરાયો હતો. મુંબઈ અને થાણે સહિત કેટલાક કોર્પોરેશનની ચૂંટણી પહેલાં આ ર્નિણય લેવા તેમણે રજૂઆત કરી હતી. ભાજપ સાથે જાેડાણ કરવાથી શિવસેના અને શિવસૈનિકોને લાભ મળશે તેમ તેમણે કહ્યું હતું.