વડનગરમાં ચાની કીટલી સાથે વડાપ્રધાનના બાળપણના સ્ટેચ્યૂ જાેવા મળશે
મહેસાણા: વડનગરમાં કરોડના ખર્ચે તૈયાર થયેલા અધ્યતન અદ્યતન લુક ધરાવતો નવો વોચ ટાવર નગરની શોભામાં વધારો કરી રહ્યો છે. ૧૦૦ માળનું બિલ્ડિંગ ઊભું કરો તોપણ કંઈ ન થાય એવા ૨૨ મજબૂત પાયા પર ઊભા કરાયેલા વોચ ટાવરની જેટલી ઊંચાઈ (૮૦ ફૂટ) છે એટલી એની ઊંડાઈ પણ છે. એની બાજુમાં બનેલી આર્ટ ઓફ ગેલરીમાં પણ નગરના ઇતિહાસની ઝાંખી કરાવતાં ચિત્રો અને ચાની કીટલી સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યૂ પણ જાેવા મળશે.
વડાપ્રધાનના માદરે વતન વડનગરની મધ્યમાં નગરની શોભા વધારતો ઐતિહાસિક ટાવર વર્ષો અગાઉ ધરાશાયી થઈ ગયો હતો.
આ ટાવર ફરી બનાવવા લોકોમાં માગ ઊઠતાં તેમણે સરકારમાં રજૂઆત કરતાં એની મંજૂરી મળતાં ટૂરિઝમ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. કરોડોના ખર્ચે બનેલા આ ટાવર નગરની શોભા વધારી રહ્યો છે. એની સાથે એક માળની સેન્ટ્રલાઈઝ એસી સાથેની આર્ટ ગેલરી પણ બનાવવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહશે.
આ આર્ટ ઓફ ગેલરીમાં નગરના પનોતા પુત્ર અને નરેન્દ્ર મોદીનું ચાની કીટલી સાથેનું સ્ટેચ્યૂ પણ ઊભું કરવામાં આવશે. હવે આ આર્ટ ગેલરી ક્યારે ખૂલશે એને લઈ લોકો આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે.આ આર્ટ ગેલરીમાં ૧. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાની કીટલી સાથેનું બાળ સ્ટેચ્યૂ
૨.હાટકેશ્વર મંદિર કીર્તિતોરણ,તાના-રીરી સહિતનાં સ્થાપત્યો તેમજ શહેરના તમામ છ દરવાજાના આબેહૂબ ચિત્રો અહીં જાેવા મળશે ૩.મરાઠાયુગ પહેલાંનો ઇતિહાસ ઉજાગર કરતી ઝાંખી પણ જાેવા મળશે અને દરેક સ્થાપત્ય અને એનો ઈતિહાસ વર્ણવતા લેખો પણ અહીં રાખવામાં આવશે.
૧૯૩૫માં પુરુષોત્મદાસ પટેલના ઉદાર દાનથી આધુનિક ભવન (ટાવર) બનાવાયો હતો. મકાનની ટોચે ઘડિયાળ મૂકવામાં આવી હતી. એના ટકોરા આખા નગરમાં સંભળાય તેટલા મોટા અવાજે પડતા હતા. ૭૪ વરસ સુધી ચાલુ સ્થિતિમાં રહેલી આ ઘડિયાળ આખરે ૨૦૦૯માં જ્યારે આખું મકાન પડી ગયું ત્યારે નષ્ટ થઈ ગઈ હી. આ ટાવર નીચે બનાવેલી લાઈબ્રેરી પણ ધ્વસ થઈ ગઈ હતી. હવે તદ્દન જૂના જેવા જ લાગતા કરોડાના ખર્ચે બનેલા આ ટાવરની ઉપર લગાવેલી ઘડિયાળના કાંટા આખા નગરમાં ફરી સંભળાતા થતાં લોકોમાં ખુશી ફેલાઈ છે.(જૂના ટાવરનો ફોટો પણ છે)