ગર્લફ્રેન્ડ માટે નહીં બહેન માટે અર્જુન કપૂરે ટેટૂ ત્રોફાવ્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/arjun-kapoor.jpg)
અર્જુન કપૂરે હાલમાં નવું ટેટૂ ત્રોફાવ્યું છે, જાેકે ટેટૂ મલાઈકા અરોરા માટે નથી, આ ટેટૂ અર્જુને અંશુલા માટે બનાવડાવ્યું
મુંબઈ: ૨૦ જૂને ફાધર્સ ડે હતો ત્યારે અર્જુન કપૂરે પોતાના પિતા બોની કપૂર અને બહેનો- અંશુલા, જ્હાન્વી અને ખુશી કપૂર સાથે ડિનર લઈને સેલિબ્રેટ કર્યો હતો. હાલમાં જ અર્જુન કપૂરે નવું ટેટૂ કરાવ્યું છે, જેની ઝલક તેણે સોશિયલ મીડિયા પર બતાવી છે. અર્જુન કપૂરે આ ટેટૂ ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા માટે નહીં પણ પોતાની બહેન માટે કરાવ્યું છે. અર્જુન કપૂરે ડાબા કાંડા પર આ ટેટૂ ત્રોફાવ્યું છે. આ ટેટૂ અર્જુને બહેન અંશુલા માટે કરાવ્યું છે અને તેને પોતાનો હુકમનો એક્કો કહી છે. અર્જુન કપૂરે ઈન્સ્ટાગ્રામ પર ટેટૂ બતાવતો એક વિડીયો શેર કર્યો છે.
જેમાં તેણે લખ્યું, તે મારો હુકમનો એક્કો છે. હું અને અંશુલા જિંદગીભર માટે જાેડાઈ ગયેલા છીએ અને છ અક્ષર પણ અમને જાેડે છે. ભાઈનો આ પ્રેમ જાેઈને અંશુલા પણ ખુશ-ખુશ થઈ ગઈ. તેણે કોમેન્ટ કરતાં લવ યુ લખ્યું. અર્જુન કપૂરે પોતાના ટેટૂ વિશે વાત કરતાં કહ્યું, ટેટૂ મારા માટે ખૂબ અંગત છે. મેં અને અંશુલાએ જીવનની દરેક પરિસ્થિતિનો સામનો સાથે કર્યો છે. છ અર્જુનનો પણ છે અને અંશુલાનો પણ.
અમે છ અક્ષર દ્વારા એકબીજા સાથે જાેડાયેલા છીએ. અમે એકબીજાને વચન આપ્યું છે કે, ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય હંમેશા એકબીજાનો સાથ આપીશું અને પડખે રહીશું. અંશુલા મારે નંબર ૧ વ્યક્તિ છે, તે મારો એક્કો છે અને એટલે જ મેં તેના નામનો પહેલો અક્ષર મારા શરીર ત્રોફાવાનો ર્નિણય કર્યો. મારે સ્વીકારવું જ રહ્યું કે, આ મારું મનપસંદ ટેટૂ છે. રવિવારે અર્જુન કપૂરે પોતાની બહેનો અને પપ્પા સાથે ‘હેપી ફેમિલી ફોટો’ પોસ્ટ કર્યો હતો.
અર્જુને આ તસવીરો શેર કરતાં લખ્યું, પિતા, દીકરીઓ અને દીકરો. અમારું ફાધર્સ ડેનું ડિનર. સ્માઈલ અઠવાડિયાના દરેક દિવસે આવકાર્ય છે પરંતુ આજે જરા વધુ મીઠી લાગી. વર્કફ્રંટની વાત કરીએ તો, અર્જુન કપૂર હવે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં સૈફ અલી ખાન, જેક્લીન ફનાર્ન્ડિઝ અને યામી ગૌતમ સાથે જાેવા મળશે. આ ઉપરાંત ‘એક વિલન ૨’માં દિશા પટણી, જ્હોન અબ્રાહમ અને તારા સુતરિયા સાથે દેખાશે.