કાવ્યા તેમજ કિંજલ સાવ નજીવી બાબતે ઝઘડી પડશે

બાપુજીએ ઘરના ભાગલા પાડ્યા બાદ કાવ્યા નારાજ છે અનઘા અને પારસ સાથે મદાલસાને ખૂબ સારું બને છે
મુંબઈ: સીરિયલ અનુપમા દર્શકોમાં ખૂબ લોકપ્રિય છે અને એટલે જ ટીઆરપી ચાર્ટમાં હંમેશા ઉપર રહે છે. આ સીરિયલમાં હાલ તો કાવ્યા અને વનરજના લગ્ન થઈ ગયા છે અને આખો શાહ પરિવાર રિસોર્ટથી પોતાના ઘરે પાછો આવી ગયો છે. ઘરે આવ્યા બાદ રોજ નાની-મોટી તૂતૂ-મેંમેં થતી રહે છે. ક્યારેક કાવ્યાને અનુપમા વચ્ચે ટક્કર થઈ જાય તો ક્યારેક બા કાવ્યાને ટોણા મારે છે.
તો વળી, ક્યારેક કાવ્યા અને વનરાજ ઝઘડી પડે છે. બાપુજીએ ઘરના ભાગલા પાડ્યા બાદ કાવ્યા અને વનરાજનું કામ કરવા માટે કાવ્યાએ નોકરાણી રાખી છે. જ્યારે બાકીના પરિવારનું કામ અનુપમા અને તોષુની પત્ની કિંજલ મળીને કરે છે. થોડા દિવસ પહેલા શાહ પરિવાર રિસોર્ટમાં હતો ત્યારે તમે જાેયું હશે કે કિંજલ અને કાવ્યા વચ્ચે એક મિક્સરને લઈને લડાઈ થઈ હતી. હવે ફરી એકવાર કિંજલ અને કાવ્યા વચ્ચે તણખતા ઝરતાં જાેવા મળશે. સીરિયલમાં કાવ્યાનો રોલ કરતી એક્ટ્રેસ મદાલસા શર્માએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક વિડીયો શેર કર્યો છે.
સેટ પરથી સામે આવેલા આ બિહાઈન્ડ ધ સીન વિડીયોમાં કાવ્યા અને કિંજલ એક ચમચી માટે ઝઘડતા જાેવા મળે છે. વિડીયોમાં કાવ્યા અને કિંજલ ડાયલોગ બોલતા પણ સંભળાય છે કે, ‘શું હવે તું એક ચમચી માટે પણ ઝઘડો કરીશ?’ આ વિડીયો પરથી તો એવું લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં ‘કિંજુ બેબી’ અને તેની નવી સાસુ કાવ્યા વચ્ચે ચમચીને લઈને ઝઘડો થવાનો છે. વિડીયો શેર કરતાં મદાલસાએ પણ લખ્યું છે કે, ‘કાવ્યા અને કિંજુ બેબી ચમચી માટે ઝઘડી રહ્યા છે.
કિંજલે પહેલા જ એલાન કરી દીધું હતું કે તે કાવ્યાની આડાઅવળી વાતો સાંભળી નહીં લે અને સામો જવાબ આપશે. ત્યારે અનુપમાને ભરપૂર પ્રેમ કરતી કિંજલ પોતાની મોડર્ન સાસુને કેવા તીખા જવાબો આપે છે તે જાેવાનું રસપ્રદ બની રહેશે. આ તો સીરિયલની વાત, કલાકારોની ઓફ-સ્ક્રીન મસ્તી તો ચાલતી જ રહે છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી મદાલસા શર્માએ હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જૂનો વિડીયો શેર કર્યો છે. આ વિડીયો એ સમયનો છે
જ્યારે તે ‘અનુપમા’ની ટીમ સાથે સેલવાસમાં શૂટિંગ કરી રહી હતી. એ વખતે મદાલસાના મમ્મી-પપ્પા અને પતિ તેને મળવા આવ્યા હતા. ત્યારે મદાલસાએ સમર (પારસ કલનાવત), નંદિની (અનઘા ભોંસલે) અને પોતાના પતિ મિમોહ સાથે ‘આઈકો આઈકો’ સોન્ગ પર ડાન્સ કરતો વિડીયો બનાવ્યો હતો.