ખતરોં કે ખિલાડીને ટોપ ત્રણ ફાઇનલિસ્ટ મળ્યા

મુંબઈ: લોકપ્રિય રિયાલિટી શો ખતરો કે ખિલાડી ૧૧નું શૂટિંગ કેપટાઉનમાં ચાલી રહ્યું છે. આ વખતે શોમાં એકથી એક ચઢિયાતા ખેલાડીઓ સામેલ છે જે પડકારોનો સામનો કરી રહ્યા છે. શોના પ્રોમોમાં પણ ઘણાં ડર, હિંમત અને મનોરંજન જાેવા મળી રહ્યું છે. દરમિયાન હવે શોના ટોપ ૩ સ્પર્ધકોના નામ આવી ગયા છે. ટેલિચક્કરના અહેવાલ મુજબ, કેટલાક સ્પર્ધકોને શોમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેઓ તેમના વતન પાછા ગયા છે. આ સિવાય ખતરો કે ખિલાડી ૧૧ નું શૂટિંગ પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આવી સ્થિતિમાં શોને તેના ફાઇનલિસ્ટ મળી ગયા છે. રિપોર્ટ અનુસાર વિશાલ આદિત્ય સિંહ, રાહુલ વૈદ્ય અને વરૂણ સૂદે ફાઇનલિસ્ટની યાદીમાં સ્થાન મેળવ્યું છે. આ ત્રણેયની ટક્કર બાદ શોને તેનો વિજેતા મળશે. તે જ સમયે રાહુલ વૈદ્ય, વરુણ સૂદ, અર્જુન બીજલાની, વિશાલ આદિત્ય સિંહ અને દિવ્યાંકા ત્રિપાઠીનાં નામ સેમિફાઇનલિસ્ટમાં હતા. રિપોર્ટ અનુસાર અર્જુન અને દિવ્યાંકાને શોમાંથી બહાર કરી દેવાયા છે.
શોમાંથી કોણ બહાર છે અને કોણ ફાઇનલિસ્ટ છે તે બહુ જ જલ્દી શોના પ્રોમોમાં જાેવા મળશે. ૧૧ મી જુલાઈના બીજા અઠવાડિયામાં ખતરો કે ખિલાડી ઓનએર થશે. શોનું ટ્રેલર તાજેતરમાં જ રિલીઝ થયું છે,
જેને જાેઈને ચાહકોના હોશ ઉડી ગયા હતા. આ શોમાં અર્જુન બીજલાની, રાહુલ વૈદ્ય, દિવ્યાંકા ત્રિપાઠી, વિશાલ આદિત્ય સિંહ, અભિનવ શુક્લા, શ્વેતા ત્રિપાઠી, મહેક ચહલ, અનુષ્કા સેન, સના મકબુલ, નિક્કી તંબોલિ, સૌરભ રાજ જૈન, વરૂણ સૂદ અને આસ્થા ગિલ હતા. આ શોનું હોસ્ટિંગ રોહિત શેટ્ટી કરી રહ્યા છે.