પતિ પ્રેમિકાને ઘરે લાવીને પત્ની સામે અંગત પળો માણતો હતો
અમદાવાદ: અમદાવાદ શહેરમાં પરિણીતાને સાસરિયાઓ દ્વારા ત્રાસ આપવાનો અને પતિના આડા સંબંધોનો વધારે એક કિસ્સો સામે આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતો પતિ પત્નીને પ્રેમ કરવા બદલ પ્રેમિકાને જ ઘરે લાવતો અને તેની સાથે અંગત પળો પણ માણતો હતો. પત્નીએ પતિની આ આડા સંબંધોનો વિરોધ કર્યો તો પતિએ કહ્યું કે, મહિલાઓનેને પગની જુતી નીચે જ રાખવી જાેઇએ. જેના પગલે મહિલાએ પતિને પાઠ ભણાવવા માટે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી ૩૧ વર્ષીય મહિલા હોસ્પિટલમાં નોકરી કરે છે. આ મહિલાના વર્ષ ૨૦૧૩ માં રાજસ્થાનમાં રહેતા એક યુવક સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ મહિલા તેના સાસરે રહેવા માટે ગઇ હતી. જ્યારે તેના સાસરિયાઓએ લગ્નનાં એક મહિના જેટલું સારી રીતે રાખી હતી. બાદમાં ઘરકામ બાબતે મહિલાને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મહિલાએ પતિને લ્ગન બાદ વારંવાર કહેતો કે અમદાવાદ ખાતે તેના પિતાના ત્યાં રહેવા જઇએ અને તે ઘરો મોટો જમાઇ હોવાથી મિલકત ભાગમાં આવે તે પણ સાચવવી પડશે.
જેથી મહિલા લગ્નના સાતે મહિના બાદ તેના પતિ સાથે અમદાવાદ ખાતે આવી હતી અને રાણીપમાં તેના માતા પિતા સાથે રહેવા આવી હતી. જાે કે ૨૦૧૪ માં મહિલાના જેઠના લગ્ન હોવાથી જેઠે ફોન કરીને તેને માતા-પિતા પાસેના લગ્નના ખર્ચ માટે રૂપિયા માંગ્યા હતા. જેથી મહિલાએ ૩૦ હજાર રૂપિયાના રોકડા લઇને સાસુને આપ્યા હતા. જાે કે ત્યાર બાદ મહિલાના પતિને ફોન કરીને તેની વિરુદ્ધ ચઢામણી કરી હતી.