Western Times News

Gujarati News

હરિદ્વારમાં નકલી ટેસ્ટિંગ અનેક મંત્રીઓથી જાેડાયેલ છે ફર્મ સંચાલકના તાર

હરિદ્વાર: કુંભ મેળામાં કોરોનાની તપાસના નામ પર થયેલ કૌભાંડના આરોપમાં ફસતા જાેવા મળી રહેલ એક ફર્મના સંચાલકના તાર ભાજપના અનેક મંત્રીથી જાેડાઇ રહ્યાં છે આ સંચાલક ભાજપમાં ખુબ સક્રિય છે દિલ્હીમાં બેઠેલા નેતાઓથી અવાર નવાર તેની મુલાકાત પણ થતી રહે છે ફર્મની વિરૂધ્ધ કેસ દાખલ થયા બાદ સોશલ મીડિયા પર ફર્મ સંચાલકની ફોટો અનેક મંત્રીઓની સાથે વાયરલ થઇ રહી છે. આ સંચાલક કુમાઉ ક્ષેત્રના અલ્મોડા જીલ્લાની એક બેઠક પર સક્રિય છે હરિદ્વારમાં કંુભ દરમિયાન કોરોના ટેસ્ટિંગમાં થયેલ કૌભાંડની તપાસ એસઆઇટીએ શરૂ કરી છે.ફર્મના સંચાલકની સાથે જ લૈબના સંચાલકોને પણ નોટીસ જારી કરી દેવામાં આવી છે જે ફર્મ તરફથી કુંભમાં ટેસ્ટિંગનું કામ કર્યું હતું અને મંજુરી માંગવામાં આવી છે તેમની વિરૂધ્ધ પોલીસ તાકિદે કાર્યવાહી કરી શકે છે

સોશલ મીડિયા પર વાયરલ થઇ રહેલ ફોટો એ વાતનો પુરાવો છે કે સંચાલક અને તેમના એક સંબંધી બંન્ને ભાજપમાં ભારે પેઠ જમાવી છે હરિદ્વારના એક ધારાસભ્યનું નામ પણ ઉછળી રહ્યું છે. હવે આરોપીઓની ધરપકડની તસવાર લટકી રહી છે બે દિવસમાં એસઆઇટી તરફથી બે સીએમઓની પુછપરછ કરવામાં આવી છે હાઇપ્રોફાઇલ મામલા થવાને કારણે પોલીસે તેજીથી પોતાની તપાસ શરૂ કરી છે.

પોલીસ હવે ફર્મની સાથે લૈબ સંચાલકોની પણ પુછપરછ કરવાની તૈયારીમાં છે ત્રણને નોટીસ જારી કરવામાં આવી છે હવે પોલીસ પુછપરછ કરશે કે તેવી રીતે બંન્ને લૈબે ફર્મના એમઓયુ સંયુકત કર્યા

તપાસ કરી રહેલ એસઆઇટીએ કેસમાં નામદર્જ ફર્મ અને બે લૈંબને નોટીસ જારી કરી છે ચાર દિવસનો સમય એસઆઇટીએ આપ્યો છે આ સમયની વચ્ચે સંચાલકોને દસ્તાવેજ લઇ એસઆઇટીની સામે હાજર થવાનું રહેશે,બે દિવસ સુધી સીએમઓ ડો શુંભુકુમાર ઝા,મેળા સીએમઓ ડો અર્જૂન સિંહ સેંગરના નિવેદન નોંધ્યા બાદ હરિદ્વારમાં સ્નાન હોવાને કારણે એસઆઇટી આ સંબંધમાં કોઇનું પણ નિવેદન દાખલ કરી શકી નહીં એસઆઇટીએ કેસમાં નામદર્જ ફર્મ મૈકસ કોર્પોરેટ સર્વિસ નવીદિલ્હી,હરિયાણાની નલવા લૈબોરેટ્રીજ પ્રાઇવેટ લૈબ અને ડો લાલ ચંદાની લૈબને નોટીસ જારી કરી દીધી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.