ટીમ ઈન્ડિયાનું ટેસ્ટ કિંગ બનવું નક્કી, બીજી વાર આવી રીતે ચેમ્પિયન બનશે
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/06/india-1.jpg)
સાઉથમ્પ્ટન: ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ૧૮ તારીખથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયશીપની શરૂઆત થઈ હતી બંને ટીમ મેચ જીતવા માટે સજ્જ હતી. પરંતુ વરસાદને આ તે મંજૂર નથી. જેના કારણે સોમવારે મેચનો ચોથો દિવસ હતો પરંતુ રમત માત્ર દોઢ જ દિવસની શક્ય બની. કેમ કે વરસાદ વિલેન બનીને આવ્યો હતો. પહેલો દિવસ પણ વરસાદની ભેટ ચઢી ગયો. બીજા દિવસે ખરાબ પ્રકાશના કારણે રમતને વહેલી બંધ કરવી પડી. મેચના બીજા દિવસે ૬૪.૪ ઓવરની રમત જ શક્ય ન હતી. અત્યાર સુધી માત્ર ત્રીજા દિવસે જ રમત શક્ય બની. વરસાદના કારણે ચોથો દિવસ પણ ધોવાઈ ગયો છે.
ક્રિકેટના ચાહકો ઘણા સમયથી આ મેચ માટે આતુરતાથી રાહ જાેઈ રહ્યા હતા. પરંતુ વરસાદે પાણી ફેરવી દીધું. સાઉથમ્પટનમાં હવામાન જાેતાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે રિઝર્વ ડે રાખ્યો છે. પરંતુ અત્યાર સુધીની મેચ જાેતાં તેના ઉપયોગની સંભાવના ઓછી લાગે છે.આ પ્રમાણે જાે વરસાદ ચાલુ રહેશે તો આ મેચનું ડ્રો થવાનું નક્કી છે. એવામાં ભારત અને ન્યૂઝીલેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. જાે આમ થશે તો ટીમ ઈન્ડિયા સાથે બીજી વાર આ ઘટના બનશે. કેમ કે ૨૦૦૨માં ટીમ ઈન્ડિયા શ્રીલંકા સાથે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની સંયુક્ત વિજેતા જાહેર કરાઈ હતી.
કોલંબોમાં રમાયેલી ૨૦૦૨ આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ વરસાદથી પ્રભાવિત રહી હતી. આ મેચમાં શ્રીલંકાએ ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૨૨ રન બનાવી હતી. ટીમ ઈન્ડિયા ૨૨૩ રનના લક્ષ્યાંક તરફ આગળ વધી રહી હતી. ટીમે ૮.૪ ઓવરમાં ૧ વિકેટે ૩૮ રન બનાવી લીધા હતા. સેહવાગ અને સચિન ક્રીઝ પર હતા. પરંતુ વરસાદ શ્રીલંકાની ટીમ માટે રાહત બનીને આવ્યો અને અંતમાં ટીમ ઈન્ડિયાની સાથે આઇસીસીની આ ટ્રોફી શેર કરવાની તક મળી.