Western Times News

Gujarati News

દારૂના નશામાં ગામની મહિલાઓ ને બે ઈસમોએ માર્યો માર, એકનું મોત

મોરબી: મોરબીના ધરમપુર ગામે બે ઇસમોએ નશો કરીને ગામમાં મહિલાને માર મારી પરેશાન કરી હોય જે બનાવને પગલે ગ્રામજનોએ બે ઇસમોને માર માર્યો હતો જેથી હોસ્પિટલ સારવાર માટે ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટર અને સ્ટાફ સાથે પણ બંને ઇસમોએ અભદ્ર વર્તન કરતા ફરજમાં રૂકાવટનો ગુન્હો નોંધાયો હતો અને મહિલાને માર મારવાનો ગુન્હો નોધાયો હતો હતો બે ઇસમોને ગ્રામજનોએ માર મારતા એકનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હોય પોલીસે નવ આરોપીઓ સામે હત્યાનો ગુન્હો નોંધી તપાસ ચલાવી છે

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના નવા ધરમપુર ગામની રહેવાસી ચંદ્રિકાબેન પ્રવીણગીરી ગોસ્વામીએ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ભરત રામજી પરમાર અને જગદીશભાઈ રહે બંને નવા ધરમપુર ગામ વાળાએ તારી દુકાન બંધ કરી દે કહીને ગાળો આપીને લાકડાના ધોકા વડે માર મારી ઈજા કરી હતી જે મહિલાને માર મારતા હોય તેવી વિડીયો પણ સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જે બનાવને પગલે ગ્રામજનોએ બંને ઈસમોને પકડીને લમધાર્યા હતા અને બાદમાં પોલીસ આવી જતા પોલીસને સોપવામાં આવ્યા હતા તો બંને ઇસમોને ગ્રામજનોએ માર મારતા ઈજાગ્રસ્ત હોય જેથી પોલીસે બંને ઇસમોને સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના મેડીકલ ઓફિસર અને સ્ટાફ સાથે પણ બંને ઇસમોએ ગેરવર્તન કર્યું હતું.

જે બનાવ મામલે મોરબીની સરકારી હોસ્પીટલના મેડીકલ ઓફિસર ઘનશ્યામભાઈ લાલજીભાઈ કાલરીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ભરતભાઈ રામજીભાઈ કોળી રહે ધરમઉર વાળો મારામારીના બનાવમાં ઈજા થઇ હોય જે જગદીશ દુદાભાઈ ઠાકોર સાથે મોરબી હોસ્પિટલમાં સારવાર માટે આવેલ જ્યાં મેડીકલ ઓફિસર અને સ્ટાફ સાથે ગાળો બોલી મગજમારી કરી હોવાનું જણાવ્યું હતું.

તો બનાવમાં ઈજાગ્રસ્ત યુવાન ભરતભાઈ કોળીનું સારવારમાં મોત થયું હોય જે બનાવ મામલે મૃતકના પત્નીએ ફરિયાદ નોંધાવી છે જેમાં ફરિયાદી મંજુબેન ભરતભાઈ કોળીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તા. ૨૧ ના રોજ બપોરના બારેક વાગ્યાના અરસામાં આરોપી જાદવ ઉર્ફે જાદાભાઈ, બેચર ભરવાડ, બેચરભાઈ ભરવાડનો ભાઈ સલીયો ભરવાડ, મયલો કોળી, મયલાનો ભાઈ સંજય કોળી, બળીઓ કોળી, બળીઓ કોળીના સંબંધી વાવડીથી રહેવા આવેલ છે,

સીવો કોળી અને સિવા કોળીનો દીકરો બાબો કોળી એમ નવ ઇસમોએ ફરિયાદી મંજુબેનના પતિ ભરતભાઈ કોળી સાથે અગાઉ ઝઘડો થયેલ જેનો ખાર રાખી એક સંપ કરીને માર માર્યો હતો જે બનાવમાં ફરિયાદી મંજુબેનના માનેલા ભાઈ જગદીશભાઈ અને તેની પત્ની કાજલબેન ઝઘડો કરતા હોય જેથી તેના પતિ તેના ઘરે છોડાવવા ગયેલ ત્યારે નવ ઇસમોએ આવીને માનેલા ભાઈ જગદીશભાઈને ઈજા કરી તેમજ પતિ ભરતભાઈને લાકડીઓ વડે આખા શરીરે ઈજા કરતા મોત થયું છે.

મોરબી તાલુકા પોલીસે મહિલાને માર મારવાની તેમજ સરકારી હોસ્પીટલના સ્ટાફ સાથે ગેરવર્તન મામલે ફરિયાદ નોંધી છે તો એક યુવાનનું મોત થતા નવ ઈસમો સામે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ડીવાયએસપી ચલાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.